લાઠી-બાબરા પંથકમાં નિરાધારોનાં આધાર બનતા મદદનીશ કલેકટર ઉત્સવ ગૌતમ
દેશનાં છેવાડાનાં માનવી સુધી સત્તાનો લાભ મળવો જોઈએ તેવું મહાત્મા ગાંધી માનતા હતા અને તેઓ હંમેશા સરકાર ગરીબો માટે જ બનેલી છે તેવું કહેતા હોય. ત્યારે આજનાં દિવસે ગરીબો સુધી તો સરકાર પહોંચતી નથી ઉલ્ટાનું ગરીબો સરકાર સુધી ન પહોંચે તેવી જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે. તેવા સમયે કોઈ અધિકારી ગરીબનાં આંગણે પહોંચીને સરકારી સહાય પહોંચાડે તે બાબત સ્વપ્ન લાગે પરંતુ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે.
વિગત એવા પ્રકારની છે કે, લાઠી-બાબરાનાં પ્રાંત અધિકારી અને મદદનીશ કલેકટર ઉત્સવ ગૌતમે લાઠી-બાબરા તાલુકામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃઘ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃઘ્ધસહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સહાય મળે તે માટે સામે ચાલીને તા. 17/10/ર0થી 18/1/ર1નાં સમયગાળા દરમ્યાન ખાસ મુહિમ ચલાવી હાલની ખેત મજૂર સિઝનના કારણે ગામડામાં મજૂરી અર્થે રોકાયેલ તાલુકા મથકે ન આવી શકતા લાભાર્થીઓના ઘેર ઘેર સર્વે કરી જરૂરી આધાર પુરાવા અને માહિતી એકત્રિત કરી દરખાસ્તો તૈયારી કરાવી ગંગા સ્વરૂપા આર્થિક સહાય અંતર્ગત પ10 ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃઘ્ધ પેન્શન, ર63 નિરાધાર વૃઘ્ધ પેન્શન, ર7 રાષ્ટ્રીય કુટુંબ સહાય 19 એમ કુલ મળી 819 ગરીબ લાભાર્થીઓને લાભાંવિત કરાયા હતા. લાઠી મદદનીશ કલેકટર ઉત્સવ ગૌતમ લાઠી-બાબરા મામલતદાર લાગતા વળગતા તંત્રની કચેરીઓના અભિપ્રાય અવલોકન મેળવી ત્વરીત ન્યાય, નિર્ણય કરતા સરકાર તંત્રની સંવેદનશીલ વહીવટી દુરંદેશી અને સરકારના સરળીકરણ અભિગમ સર્વત્ર સરાહના માનવતાવાદી ગરીબો ગુરબાઓને ખર્ચ વગર સરકારી સહાય પહોંચાડવાનાં સુંદર અભિગમથી લાભાર્થીઓમાં ખુશી વ્યાપી હતી
Recent Comments