તા.૬ એપ્રિલ, ૨૩ને ગુરુવારના રોજ અમરેલી જિલ્લાના વિવિધ સ્થળો અને લાઠી તાલુકાના ભુરખીયા મુકામે ધાર્મિક તહેવાર શ્રી હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી થશે. ભાતીગળ લોકસંસ્કૃત્તિને ઉજાગર કરતો લોકમેળો પણ ભુરખીયા ખાતે યોજાશે. લાઠી-ભુરખીયા-દામનગર રોડ પર ભારે વાહનોની અવર-જવરને લઈ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, અમરેલી દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૩૩ (૧) (બી) અંતર્ગત પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. લાઠી-ભુરખીયા-દામનગર પરથી પસાર થતાં ભારે વાહનો માટે વૈકલ્પિક રુટ આ મુજબ રહેશે.
(૧) લાઠી-દામનગર રુટ પરથી જતાં-આવતાં ભારે વાહનોએ પ્રતાપગઢ-ભીંગરાડ-છભાડીયા-દામનગર રોડ પરથી પસાર થવાનું રહેશે. (૨) અમરેલીથી ચાવંડ રુટ પર જતાં-આવતાં ભારે વાહનોએ ચિત્તલ-બાબરા-ચાવંડ રોડ પરથી પસાર થવાનું રહેશે. તા.૦૬ એપ્રિલ,૨૦૨૩ સહિતના દિવસ સુધી આ જાહેરનામું અમલી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.
Recent Comments