અમરેલી

લાઠી મદદનીશ કલેકટર ની અધ્યક્ષતા માં તાલુકા સંકલન ની આજે બેઠક મળશે પ્રશ્નો સાથે ઉપસ્થિત રહેવા ધારાસભ્ય ઠુંમર નો અનુરોધ

લાઠી મદદનીશ કલેકટર શ્રી ટાંક સાહેબ ની અધ્યક્ષતા માં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત વહીવટી તંત્ર ની ઉપસ્થિતિ માં તાલુકા સંકલન ની બેઠક આજે તા૭/૪/૨૨ ને ગુરુવાર ના રોજ બપોર ના ૧૨-૦૦ કલાકે મળશે લાઠી પ્રાંત કચેરી ખાતે તાલુકા સંકલન ની બેઠક માં તાલુકા ભર માંથી વહીવટી તંત્ર ના પ્રતિનિધિ ઓની હાજરી માં તાલુકા સંકલન માં આવેલ પ્રશ્નો ઉકેલ  અંગે સમીક્ષા થશે તેમ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે કોઈ સમસ્યા પ્રશ્નો વણ ઉકેલાયેલ હોય તો લેખિત પ્રશ્નો સાથે ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે

Related Posts