લાઠી મહાદેવ ગ્રૂપ ગૌસેવા સંકુલ ખાતે ગૌસેવકો નું વિશિષ્ટ સન્માન કરાયું
લાઠી શહેર ની મહાદેવ ગ્રુપ ગૌ સેવા કેન્દ્ર લાઠી દ્વારા ગૌસેકો નો “સન્માન સમારોહ” યોજાયો હતો સંસ્થા માં સમર્પિત ઉદારદિલ દાતા ઓ અને સ્વંયમ સેવકો નું વિશિષ્ટ બહુમાન કરાયું હતું ગૌસેવકો નો સત્કાર કરી જીવદયા પરમાર્થ ની ઉત્તમોત્તમ સેવા પ્રવૃત્તિ ની સરાહના કરી ગૌસેવકો ની બિરદાવ્યા હતા આ તકે ભરતભાઇ પાડા (પ્રમુખ-લાઠી નગરપાલિક), મેઘાભાઈ ડાંગર (પ્રમુખ- ચેમ્બર ઓફ કોમર્સ), રાજુભાઈ મોતીસરીયા (ઉપપ્રમુખ- લાઠી નગરપાલિકા) નું સન્માન કરવા માં આવ્યું. તેમજ લાઠી ની આસપાસ ના ગામ ના ગૌ સેવકો ને સેવા બદલ સન્માનિત કરેલ.
આ કાર્યક્રમ માં માં લાઠી ના તમામ સમાજ ના આગેવાનો અને વિવિધ સંસ્થા ના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યા માં ગામ લોકો હાજર રહેલ. હાલ ગૌ શાળા માં ૨૩૫ થી વધુ ગૌ માતા ઓ ની સેવા કરતા યુવાનો, વડીલો ને દિવસ રાત જોયા વગર સેવા ના સાચા સાધકો નો વિશિષ્ટ રીતે સન્માનિત કર્યા હતા
Recent Comments