લાઠી માં ટીબી ના દર્દીઓ ને કીટ વિતરણ આજ રોજ લાઠી તાલુકા હેલ્થ ઓફિસ ખાતે એન ટી ઈ પી કાર્યક્રમ અન્વયે લાઠી તાલુકાના તમામ ટીબી ના દર્દીઓ ને લાઠી તાલુકાના અગ્રણી શ્રી જનકભાઈ તળાવિયા તથા સદસ્યો દ્વારા ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવેલ હતું. અલગ અલગ ગામો માંથી 55 જેટલા દર્દીઓ સરકારી એમ્બ્યુલન્સ માં લાઠી ખાતે પહોંચ્યા હતા. ટીબી ની સારવાર માં દવાઓ ની સાથે પોષક આહાર પણ ખૂબ જરૂરી હોઈ લાઠીના તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.આર.આર. મકવાણા અને ચાવંડ ના મેડિકલ ઓફિસર ડો.મુકેશસિંગ દ્વારા સહયોગ અને કીટ વિતરણ કરવામાં આવેલ હતું. જેમાં કિટમાં પૌષ્ટિક આહાર, કઠોળ અને પ્રોટિન પાવડર સામેલ હતું. તાલુકા ટીબી સુપરવાઈઝર નિમેષ મેશિયા અને મોનિકા દેથલિયા એ સમગ્ર આયોજન માટે ખૂબ જહેમત ઉઠાવી હતી.
લાઠી માં ટીબી ના ૫૫. જેટલા દર્દીઓ ને કીટ વિતરણ


















Recent Comments