લાઠી માં વેક્ટર કંટ્રોલ મેગા ડ્રાઇવ નું આયોજનઅમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. એમ જોશીઅને ડો. એ. કે. સીંગ ની સૂચના થી અને ડો.આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ લાઠી શહેર માં વેક્ટર કંટ્રોલ મેગા ડ્રાઇવ નું આયોજન કરવામાં આવેલ. જેમાં અલગ અલગ ૮ મેડિકલ ટીમ દ્વારા તમામ વિસ્તારોમાં ઘરે ઘરે જઈ પાણી ભરવાના પાત્રો ચકાસી પોરાનાશક કામગીરી કરી, વોટર કન્ટેનર ડીસ્કાર્ડ કરી, બંધિયાર પાણી ના નિકાલ ની વ્યવસ્થા કરી તેમાં એબેટ સોલ્યુશન નાખી મચ્છરો ની ઉત્પત્તિ થતા અટકાયતી પગલાં લેવા માં આવ્યા હતા.
તેમજ તાવ ના દર્દીઓ ની સ્લાઇડ લઈ મેલેરિયા ની તપાસ કરી સારવાર આપવા માં આવી હતી. ઉપરાંત વાહક જન્ય રોગો સામે રક્ષણ મેળવવા અને મચ્છર ઉત્પતિ ના અટકાયતી પગલાંઓ વિશે લોક જાગૃતિ માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ. લાઠી ના બાલમુકુંદ જાવીયા, નેમિશ દવે, યોગેશ પુરોહિત, સુભાષ ચાવડા, જયરાજ મોભ, રામ રાઠોડ વગેરે હેલ્થ વર્કર અને આશા બહેનો દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકન ગુનિયા જેવા વાહકજન્ય રોગો નિવારવા ઉમદા કામગીરી કરવામાં આવી હતી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
5 Attachments • Scanned by Gmail
ReplyReply allForward |
Recent Comments