fbpx
અમરેલી

લાઠી લાલજી દાદા ના વડલે CBC, CRP અને D-Dimer અને અન્ય જરૂરિયાતના તમામ બ્લડ રિપોર્ટ સાથે ઓક્સીજનની વ્યવસ્થા ફ્રીમાં સંતોક્બા મેડિકલ સેન્ટર

લાઠી તાલુકા ની જાહેર જનતાને ફ્રી સેવાનો લાભ આપી જલ્દીથી હેલ્ધી બનાવવાનો પ્રમાણિક પ્રયાસવિના મૂલ્યે કોરોનાની સામાન્ય સારવાર (ફ્રી આઇસોલેશન વોર્ડ)આથી જાહેર જનતાને લાલજીદાદાના વડલા તરફથી એક અખબાર યાદીમાં જણાવવામાં આવે છે કે, તા. 27-04-21 થી આપણા લાઠી તાલુકાનાં તમામ ગ્રામજનો સ્વસ્થ.. હેલ્ધી.. અને કોરોનાના વાતાવરણથી બહુ જલ્દી મુક્ત થાય એ માટે સંતોક્બા મેડિકલ સેન્ટર હમેંશા અગ્રેસર રહ્યું છે. જ્યારે જ્યારે લાઠીને જરૂર પડી છે ત્યારે શ્રી ગોવિંદભાઇ ધોળકિયાની આ સંસ્થા લોકપયોગી કાર્યો કરવા માટે હાથ લંબાવીને વતનનું ઋણ ચૂકવવા માટે હમેંશા તત્પર રહે છે. 


અત્યારે ગુજરાત સાથે સમગ્ર ભારતમાં કોરોના નામનો રાક્ષશ મોટો કેર વરતાવી રહ્યો છે અને હવે ગામડા ગામમાં પણ એ પગપેસારો કરી ગયો છે ત્યારે આપણાં સૌનો સહારો એવો આપણો લાલજીદાદાના વડલો આપણાં માટે   ખડે પગે ઊભો છે. આવા કપરા સમયમાં કોરોના લાઠીથી દૂર રહે અને લાઠીના લોકોએ બહાર જવાની જરૂરત ઊભી ના થાઈ એ માટે સુરત અને લાઠી લેવલે બે કમિટી બનાવી આ આખા અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે. ખાસ તો  શ્રી રાકેશભાઈ ધોળકિયાની ડાયરેક્ટ દેખરેખ હેઠળ આ નિસ્વાર્થ સેવા યજ્ઞ પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં, નીચે મુજબની સારવાર મળશે. જેની સૌ લાઠીવાસીઓ નોંધ લેશોજી…..


જેમાં CBC, CRP અને D-Dimer અને અન્ય જરૂરિયાતના તમામ બ્લડ રિપોર્ટ સાથે ઓક્સીજનની વ્યવસ્થા ફ્રીમાં કરવામાં આવેલા છે.
સંતોક્બા મેડિકલ સેન્ટરના ડોક્ટરની સૂચના મુજબની દવા પણ લાલજીદાદાના વડલેથી ફ્રીમાં આપવામાં આવશે.   આપણાં આ આઇસોલેશન વોર્ડમાં અને હોમ કોરન્ટાઇન સૌ દર્દીઓને યોગ્ય સલાહ સૂચન માટે આપણાં ડોકટરની ટીમ સાથે અન્ય સ્ટાફની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. સાથે સાથે દર્દીઓને માટે ભોજન વ્યવસ્થા પણ લાલજીદાદાના વડલેથી કરવામાં આવેલી છે. આપણાં ઘરમાં કે ગામમાં કોઈને પણ તાવ, ઉધરસ, શરદી કે અન્ય કોઈ કોરોનાને લગતા લક્ષણો જણાય તો તુરંત લાલજીદાદાના વડલે સંપર્ક કરશોજી…! (ફોન નંબર – 02793-251777) 

Follow Me:

Related Posts