લાઠી લીલીયા ચાંવડ સુધારણા જૂથ પાણી પુરવઠા માટે મંજુર થયેલ સમ્પ બીજા તાલુકા માં બનાવી નાખ્યો
લાઠી લીલીયા ચાંવડ જૂથ પાણી પુરવઠા યીજના નર્મદા પાઇપ લાઈન કાળુભાર ડેમ યોજના નો સમ્પ બગસરા તાલુકા માં અને એ પણ ગૌચર ની જમીન માં બનાવી નાખ્યો છે ને જાદુ ? આ અંગે સચિવશ્રી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાબોર્ડ જલસેવા ભવન બોર્ડ મુખ્ય કચેરી ગાંધીનગર ને પત્ર પાઠવી ફરિયાદ કરરા સુખડીયા લાઠી,લીલીયા ચાવંડ સુધારણા જુથ પાણી પુરવઠા યોજનાના ૨૦૦ લાખ લીટર પીવાના પાણીના સંમ્પના સ્થળ ફેરફાર ની તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા સુખડીયા એ વિગતે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે લાઠી લીલીયા ચાવંડ સુધારણા જુથ પાણી પુરવઠા યોજના નર્મદા પાઈપ લાઈન કાળુભાર ડેમ યોજના અપગ્રેડેશન અંતર્ગત ટેન્ડર વર્ષ ૨૦૧૫-૧૬ માં થયેલ જેમાં ૨૦૦ લાખ લીટર પીવાન સંમ્પની ચાવંડ હેડકર્વાટસ ખાતે લાઠી,લીલીયા વિસ્તારના કાળુભાર ડેમ યોજનાના ગામો માટેની આગાઉના થયેલ સર્વે રિપોર્ટ મુજબ યોજના બનેલ તેમ છતા કાર્યપાલક ઈજનેરશ્રી જા.આ.બા.વિ.નં.ર અમરેલી દ્વારા મુખ્ય ઈજનેરશ્રી ઝે “નં.૫ જુનાગઢ પાસે સ્થળ ફેરફાર કરી કુંકાવાવ તાલુકાના ઉજળા ચોકી પાસે સ્થળ ફેરવી વર્ષ ૨૦૧૬/૧૭ માં આ જગ્યા ઉપર બનાવેલ છે અને આ સંમ્પ આજરોજ તા. ૨૧/૨/૨૦૨૩ સુધી કરોડોના ખર્ચ બનેલ સમ્પૂ પડતર પડેલ છે.
તેમજ આ સ્થળ ફેર થયેલ જગ્યા પણ ગૌચરની ભાયાવદર ગામની જમીન ઉપર ૫ વિદ્યા જેવી જમીન ઉપર ખડકી દેવાયેલ છે જેમા કલેકટરશ્રી કે સરકારશ્રીની જમીન બાબતેની મંજુરી લેવાયેલ નથી નામદાર સુપ્રિમકોર્ટ અને ગૌચર નિતિ મુજબ જેટલી જમીન સ્ટ્રકચર ગૌચરની જમીન પેલે નિર્માણ થાય તેના જેટલી જમીન ગૌચરની વ્યવસ્થા કરવી જરૂરી છે.તો પણ કોઈપણ સુપ્રિમકોર્ટ રાજય સરકાર કે કેન્દ્ર સરકારના આદેશોનું પાલનકર્યા વગર આ જગ્યા ઉપર બિનઉપયોગી પડતર પડેલ બાંધકામ થયેલ છે. જેના જવાબદારો જે તે સમયના તમામ સામે તપાસ કરી કાર્યવાહી થવા આદેશ થવા માંગ કરાય છે.
Recent Comments