લાઠી શાળા આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા
લાઠી શાળા આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા હાલ ના સમય માં નાની ઉંમર માં થતાં હૃદયરોગ ના બનાવો વધી રહ્યા છે ત્યારે લાઠી આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા પ્રેરણા રૂપ છે. લાઠી તાલુકા ના આંસોદર ગામ ના છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવાર ના નવમું ધોરણ ભણતા તેર વર્ષ ના કિશોર ને અચાનક માથાનો દુખાવો થઈ ધબકારા વધી જતાં તપાસ કરાવતા હૃદયરોગ હોવાનું નિદાન થયું હતું. પ્રાઈવેટ હોસ્પિટલ માં આ રોગ ની સારવાર અને ઓપરેશન માટે અંદાજીત ચાર થી પાંચ લાખ નો ખર્ચ થાય તેમ હતો. આ બાબતે લાઠી તાલુકા આરોગ્ય કચેરી ના આર.બી.એસ.કે. વિભાગ ના નોડલ ડો. હરિવદન પરમાર અને આંસોદર ના ડો. રોહિત ગોહિલ ને જાણ થતાં તેઓએ કિશોર ની આરોગ્ય તપાસ કરી,
તાત્કાલિક ધોરણે અમરેલી આરોગ્ય વિભાગ માંથી ખર્ચ ની મંજુરી મેળવી, સારવાર અંગે તેના વાલી ને માર્ગદર્શન આપી તે જ દિવસે અમદાવાદની ખ્યાતનામ યુ એન મહેતા કાર્ડિયાક ઇન્સ્ટિટ્યૂટ ખાતે સારવાર માટે મોકલ્યા હતા. ત્યાં ઇમરજન્સી માં કાર્ડિયાક સર્જનો ની ટીમ દ્વારા આધુનિક પદ્ધતિ થી તેના હૃદય નું જટિલ ઓપરેશન કરી તેને હૃદયરોગ થી ભયમુક્ત જાહેર કર્યો હતો. હાલ માં તેની સ્થિતિ સંપૂર્ણ નોર્મલ છે. સારવાર અંગે લાભાર્થી ના વાલી એ અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે પહેલા તો તેઓ ઓચિંતા આવી પડેલ આ રોગ ની સારવાર અને મોટા ખર્ચ વિશે ખૂબ ચિંતિત હતા. પરંતુ સરકાર શ્રી ના શાળા આરોગ્ય અને રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તેમના દિકરા ની સારવાર તદન વિનામૂલ્યે અને ખૂબ જ સંતોષ કારક રીતે થઈ છે. તેઓએ જિલ્લા ના આરોગ્ય અધિકારી ડો. રશ્મિકાંત જોશી, ડો. અલ્પેશ સાલ્વી, ડો. આર. આર. મકવાણા, ડો. હરિવદન પરમાર, ડો. રોહિત ગોહિલ, ભાવિન રાદડીયા, એમ કે બગડા, બી કે શનિશ્વરા અને આરોગ્ય વિભાગ નો આભાર માન્યો હતો.
Recent Comments