fbpx
અમરેલી

લાઠી સબ રજીસ્ટર કચેરી બે વર્ષ થી લોકાર્પણ ની રાહ

લાઠી શહેર માં સબ રજીસ્ટર કચેરી જુના દરબાર ગઢ માંથી સ્થળાંતર થઈ તાલુકા મામલતદાર કચેરી કમ્પાઉન્ડ માં સાંકડી જગ્યા માં જનસેવા ની બાજુ માં બેચે છે પણ સ્વર્ણિમ મુખ્ય મંત્રી યોજના બાદ લાઠી પ્રાંત કચેરી અમરેલી માર્ગ કાંઠે વિશાળ પરિસર માં બની કાર્યરત બની તેની બાજુ માં પ્રાંત સાહેબ ના બંગલા ને લાગી ને ભવ્ય સબ રજીસ્ટર કચેરી નિર્માણ થયા ના બે વર્ષ જેવો સમય થવા આવ્યો પણ લોકાર્પણ ની રાહ માં પડી રહેવા પામી છે  લાઠી સબ રજીસ્ટર કચેરી નું સ્વાતંત્ર્ય પોતા નું ખૂબ સુગમતા વાળા સ્થળે વિશાળ ભવન તો બન્યું અનેક સુવિધા યુક્ત સબ રજીસ્ટર કચેરી ના ભવ્ય ભવન નું લોકાર્પણ નું મહુર્ત  આવતું નથી  સમગ્ર પંથક ને રાહ છે ખૂબ સાંકડા સંકુલ માંથી વિશાળ પગથાણ વાળા સ્થળે અનેક સુવિધા થી સુસજ્જ સબ રજીસ્ટર કચેરી પોતા ના સ્વતંત્ર મકાન માં બેચે તો નોંધણી માટે આવતા અરજદારો ને પાર્કિગ સહિત અનેક સુવિધા ઓ મળી શકે તેમ છે લોકાર્પણ ની રાહ માં બે વર્ષ થી નિર્માણ પામેલ સબ રજીસ્ટર કચેરી નું મહુર્ત વહેલી તકે આવે તો સારું 

Follow Me:

Related Posts