લાઠી સિવિલ ને સોરાષ્ટ્ર પટેલ કલ્ચરલ યુ.એસ એ દ્વારા બે ઓક્સિજન કોનસેટ્રેટર મશીનનું ધારાસભ્ય ઠુંમરના હસ્તે લોકાર્પણ
લાઠી શહેર ની સિવિલ હોસ્પિટલ ને વતન પ્રેમી સોરાષ્ટ્ર પટેલ કલ્ચરલ યુ એસ એ તરફ થી બે ઓક્સિજન કોનસેટ્રેટર મશીન ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ના વરદહસ્તે લોકાર્પણ કરાયા
અમેરિકા સ્થિત સોરાષ્ટ્ર પટેલ કલ્ચરલ ગ્રૂપ ના વતન પ્રેમી દાતા તરફ થી બે ઓક્સિજન કોનસેટ્રેટર મિશન લાઠી શહેર ની સિવિલ હોસ્પિટલ ને અર્પણ કરતા ધારાસભ્ય શ્રી ઠુંમર અમરેલી જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર એમ. કે સાવલિયા. તાલુકા કોગ્રેસ આંબાભાઈ કાકડીયા.લાઠી શહેર કોગ્રેસ ના અગ્રણી વિપક્ષ નેતા ઇત્યાઝભાઈ ધીરુભાઈ ધોળકિયા સહિત ની ઉપસ્થિતિ માં અતિ અદ્યતન ઓક્સિજન કોનસેટ્રેટર મિશન લોકાર્પણ
પ્રસંગે તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર આર આર મકવાણા સાહેબ સિવિલ હોસ્પિટલ ના મેડિકલ ઓફિસર ડો સિંહા સાહેબ સિવિલ હોસ્પિટલ સ્ટાફ જનહિતાર્થ ઉપીયોગ માટે અર્પણ કર્યા જનસેવા માટે વતન થી દુરસદુર હોવા છતાં માદરે વતન ની વ્હારે આવતા ઉદારદિલ દાતા ઓની દિલેરી ને બિરદાવતા સ્થાનિક અગ્રણી ઓ દ્વારા હોસ્પિટલ ના ડોકટર શ્રી ઓ લેબટેક્નિશિયલ એક્સરે ફાર્માસટ્યુટ ઓપીડી સ્ટાફ નર્સીગ સ્ટાફ ની સેવા ની સરાહના કરી હતી સિવિલ ની ઉત્તમ માનવ સેવા બદલ સર્વે ને ધારાસભ્ય શ્રી ઠુંમરે શુભેચ્છા પાઠવી હતી મહામારી ના કપરાકાળ માં અવિરત માનવ સેવા માટે કામગીરી કરતા આરોગ્ય કર્મી ની તત્પરતા થી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી
Recent Comments