લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે મહા રક્તદાન શિબિર નું આયોજન
લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે મહા રક્તદાન શિબિર નું આયોજન તા.૨૫ ના રોજ આયુષ્માન ભવઃ અભિયાન અંતર્ગત તાલુકા આરોગ્ય કચેરી લાઠી અને ચાવંડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે મહા રક્તદાન શિબિર નું આયોજન કરવા માં આવ્યું છે. થેલેસેમિયા, સિકલ સેલ એનીમિયા, હિમોસાઇટોપીનીયા, બોનમેરો ડિસઓર્ડર અને લોહ તત્વ ની ઉણપ ને લીધે થતા ઘણા ગંભીર રોગો માં દર્દીઓ ને વારંવાર લોહી ચડાવવાની જરૂર પડતી હોય છે. ઉપરાંત, જોખમી સગર્ભા ને પ્રસુતિ સમયે, એક્સિડન્ટ ને લીધે થતી ઈજાઓ માં જરૂરિયાત વાળા દર્દીઓ ને તાત્કાલિક લોહી મળે તો તો તેનું જીવ બચી શકે તેમ હોય છે. “રક્ત આપો, જીવન બચાવો’ ની વૈશ્વિક થીમ પર આજ રોજ ડો આર આર મકવાણા, ડો મુકેશ સિંગ, ડો. સૌરભ મહાપ્રભુ, ડો. હરિવદન પરમાર, ડો. હિતેશ પરમાર, ડો. સિંહા, ડો. ભાલીયા, આશા બહેનો અને આરોગ્ય સ્ટાફ દ્વારા આ કેમ્પ નું સફળ આયોજન કરાયું હતું. જેને લોકો દ્વારા બહોળો પ્રતિસાદ મળતા ૪૭ યુનિટ બ્લડ એકત્ર થયું હતું. આ શિબિર માં ખાસ કિસ્સા માં યુગલ દંપતી, માતા પુત્રી, યુવા વર્ગ દ્વારા સ્વયંભૂ રીતે પ્રથમવાર રક્તદાન કરી સામાજિક ચેતના નું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું. એચ ડી એફ સી બેંક ની બાબરા બ્રાન્ચ મેનેજર પંકજ દેવમુરારી અને શાંતાબા મેડિકલ કોલેજ દ્વારા તમામ રક્તદાતા ઓ નું પ્રમાણપત્ર અને ભેટ આપી સન્માન કરાયું હતું. તમામ દાતાઓ અને આરોગ્ય વિભાગ ના સ્ટાફ દ્વારા નિયમિત રક્તદાન માટે સંકલ્પ લેવામાં આવેલ હતો.
Recent Comments