લાઠી ૧૯૭૬ થી ૧૯૮૩ ભૂતપૂર્વ વિદ્યાર્થી ક્લાસમેટ સન્માન સમારોહ યોજાયો
લાઠી શિવમ જવેલર ના ઉધોગપતિ ઘનશ્યામભાઈ શંકર અને કીરીટભાઇ ધાનાણી દ્વારા કલાસમેટ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનુ ભવ્યાતિભવ્ય સ્વાગત.લાઠી ૧૯૭૬ થી ૧૯૮૩ દરમ્યાન સાથે અભ્યાસ કર્યો હોય તેવા કલાસમેટ વિદ્યાર્થીઓને ભેગા કરી જૂનું સ્મૃતિ ઓ સાથે આત્મીય સ્નેહ મિલન સમારોહ યોજાયો સને ૧૯૭૬થી ૧૯૮૩ દરમ્યાન જે વિદ્યાર્થી કાળમાં જે શાળામાં અભ્યાસ કરી તેમની કારકિર્દી ઘડી તે શાળાની મુલાકાત લીધી હાલની નવિનીકરણ શાળાનુ નિરક્ષણ કરી ખૂબ પ્રભાવિત થયા હતા.ત્યારબાદ કલાપી વિનય મંદિર હાઈસ્કુલથી ઢોલ સાથે વાજતેગાજતે સન્માન સહિત આરોગ્ય ધામ લાલજી દાદાના વડલે પુષ્પગુચ્છ અને ફુલોથી સ્વાગત કરી સમારોહના હોલમાં દિપપ્રાગટ કરી ગુરૂ જનોનુ શાલ ઓઢાડી કવિ કલાપી નો મોમેન્ટ આપી સન્માન કરી ગુરૂજીના આશીર્વાદ લીધા હતા.
અંતમાં કીરીટભાઇ ધાનાણી ના હસ્તે ગુરૂજનોને ગુરૂ દક્ષિણા રૂપે ચાંદીના સિક્કા આપી સૌને ભાવવિભોર કર્યા હતા.
Recent Comments