સૌરાષ્ટ - કચ્છ

લાડુડી ગીરની નદીનાં કિનારે કપડા ધોતી મહિલાને મગરે ફાડી ખાધી

માળીયાહાટીના તાલુકાના લાડુડી ગીર ગામે આજે બપોરે ૧ર.૩૦ ના અરસામાં ગામની નજીક વહેતી આંબકુઈ નદી પર આવેલ ચેકડેમ પર મહિલાઓ કપડાં ધોઈ રહી હતી ત્યારે નદીમાં રહેલ મહાકાય ખુંખાર મગરે હુમલો કર્યો હતો. જેમાં ૪૭ વર્ષિય મહિલા ગીતાબેન રાજભાઈ વાઢીયા મગરના હુમલાનો ભોગ બની હતી. આ મહિલાને ઝડબામાં પકડી નદીમાં ખેંચી ગઈ હતી અને ગંભીર રીતે ઘાયલ કરતા મહિલાનું મૃત્યુ થયું હતું. બનાવની જાણ વાઇલ્ડ લાઈફ રેન્જ માળીયાહાટીનાના આરએફઓ અમીનને થતાં તેઓએ તાત્કાલિક સ્ટાફને ઘટના સ્થળે મોકલી બનાવની પૃષ્ટી કરી હુમલાખોર મગરને પકડવા સર્ચ ઓપરેશન હાથ ધરી વન વિભાગના નિયમ મુજબ મૃતક મહિલાના પરિવારને વન્યપ્રાણીથી મોત અને ઈજાના બનાવ બાબતે મળતું વળતર ચૂકવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. માળીયાહાટીના તાલુકાના લાડુડી ગીર ગામે નદીકાંઠે કપડા ધોતી મહિલા પર મગરે હુમલો કરતા ગંભીર ઈજા થવાથી મોત નિપજયું હતું. જેથી નાના એવા લાડુડી ગામે વન વિભાગે ઘટના સ્થળે પહોંચી મગરને પકડવા રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું.

Related Posts