લાથે અને દામનગરમાં રેડ કરી દારૂની બોટલો સાથે બે ઈસમોને પકડી પાડતી અમરેલી એલ.સીએ.બી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી ૨૦૨૨ અનુસંધાને ચુંટણી પ્રક્રિયા તટસ્થ , ન્યાયિક અને પારદર્શક રીતે યોજાય તે માટે પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી , સફળ રેઇડો કરવા ભાવનગર જિલ્લા હેઠળના ત્રણેય જિલ્લાઓના પોલીસ દળને સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આગામી વિભાનસભા સામાન્ય ચુંટણી ૨૦૨૨ અનુસંધાને અમરેલી જિલ્લામાં દારૂનું ગેરકાયદેસર વેચાણ , હેર – ફેર , ઉત્પાદન અને સંગ્રહની ગેરકાયદે પ્રવૃત્તિ કરતાં ઇસમોને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન આપેલ હોય ,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે આજ રોજ તા .૧૮ / ૧૧ / ૨૦૨૨ નાં રોજ લાઠી તથા દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે લાઠી પો.સ્ટે . વિસ્તારના બાઇ દુધાળા ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક ઇસમને ફોર વ્હીલ કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર કરતા પકડી પાડેલ તેમજ દામનગર પો.સ્ટે . ના શાખપુર ગામે એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડેલ છે .
લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલ રેઇડની વિગત પકડાયેલ આરોપીઃ કિશન સુરેશભાઈ દવે , ઉ.વ .૨૮ , રહે.મોટા લીલીયા , ગામોટી શેરી , તા.લીલીયા , જિ.અમરેલી . પકડાયેલ મુદ્દામાલ – ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL ) ની ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલ નંગ -૭૬ , કિ.રૂ .૨૮,૫૦૦ / તથા વોકસ વેગન ફોરવ્હીલ કાર રજી.નંબર GJ – 05 – C0-2403 , કિં.રૂ .૩,૦૦,૦૦૦ / – મળી કુલ કિ.રૂ .૩,૨૮,૫૦૦ / – નો મુદ્દામાલ .
દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલ રેઇડની વિગત → પકડાયેલ આરોપી ઇસુબ ઉર્ફે મુન્નો હસનભાઇ સૈયદ , ઉ.વ .૩૭ રહે.શાખપુર , સુતારશેરી , તા.લાઠી , જિ.અમરેલી . પકડાયેલ મુદ્દામાલઃ ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL ) ની ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલ નંગ -૭૫ કિ.રૂ .૨૮,૧૨૫ / નો મુદ્દામાલ .
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. મહેશભાઇ સરવૈયા , ઘનશ્યામભાઇ મકવાણા , હેડ કોન્સ . અજયભાઇ સોલંકી , પો.કોન્સ . ઉદયભાઇ મેણીયા , તુષારભાઇ પાંચાણી , અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે .
Recent Comments