લાભપાંચમના શુભ દિવસથી શુભ શરૂઆત યાત્રાધામ બસ સાવરકુંડલા થી વીરપુર,કાગવડ ગોંડલ
આમ કેવો સુંદર સંયોગ આજે લાભપાંચમ અને વળતે દિવસે જલારામ જન્મજયંતિ એટલે વિરપુર તો હવે સાવરકુંડલાથી સાવ ઢુકડું જ થયું સાથે સાથે ગોંડલ અને કાગવડ પણ એટલે યાત્રાળુઓના આવાગમન માટે ખૂબ સુલભ સગવડ પ્રાપ્ત થઈ સાવરકુંડલાના રઘુવંશી અગ્રણી અને શહેર ભાજપ મહામંત્રી રાજુભાઈ નાગ્રેચાની માગણીને મૂર્ત સ્વરૂપે પ્રસ્તુત કરતી ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની આ સંદર્ભે એસ.ટી.નિગમમાં થયેલ રજૂઆત સફળ થઈ સાવરકુંડલા શહેર ભાજપ મહામંત્રી શ્રી રાજુભાઇ નાગ્રેચાની માંગણી અને ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાની રજુઆતને ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા ધ્યાને લઇ સાવરકુંડલા થી વીરપુર, કાગવડ, ગોંડલ નવી બસ લાભપાંચમના શુભ દિવસ સવારે – ૬:૦૦ કલાકે શુભ પ્રસ્થાન કર્યું આમ સાવરકુંડલા શહેરને વિરપુર, ગોંડલ કાગવડ જવા માટે સુવિધા પ્રાપ્ત થઈ આ સમાચાર સાંભળીને લોકોમાં ખુશીની લહેર પ્રસરી. આમ ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવલાની સાવરકુંડલા શહેરના લોકોને પડતી મુશ્કેલીઓને હલ કરવા કરવાના ભરપૂર પ્રયાસોની શહેરમાં ભારે પ્રશંસા થઈ રહી છે.
ReplyReply allForward |
Recent Comments