લાભ પાંચમ ના દિવસે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મગની હરરાજી કરી શરૂઆત કરવામાં આવી.

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમના દિવસે શુભ મુહૂર્તમા સાવરકુંડલા માર્કેટ યાર્ડના ચેરમેન માલાણીના હસ્તે શ્રીફળ વધેરી ખેડુતો, વેપારીઓ અને દલાલોના મો મીઠા કરાવીને હરરાજીનો શુભારંભ કરવામા આવ્યો હતો જેમા માર્કેટિંગ યાર્ડની પરંપરા મુજબ સૌપ્રથમ મગની હરરાજી કરી રૂપિયા 2112ની ઉચી બોલીથી ખેડુતના મગ વેચાણા હતા અને લાભપાંચમથી સાવરકુંડલા માર્કેટ યાર્ડ નુ કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું હતું આ તકે માર્કેટ યાર્ડ ના ડિરેકટરો યાર્ડના સમગ્ર સ્ટાફ ગણ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments