રાષ્ટ્રીય

લાભ પાંચમ, બુલિયન માર્કેટમાં એકવાર ફરીથી તેજી

સોનું અને ચાંદીના ભાવમાં વધારો, ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાના ભાવ દોઢ અઠવાડિયાની ઊંચાઈ પર

બુલિયન માર્કેટમાં એકવાર ફરીથી તેજી જાેવા મળી રહી છે. શરાફા બજારમાં પણ સોનાના ભાવ વધેલા જાેવા મળ્યા છે. દમદાર ગ્લોબલ સંકેતોના પગલે સોનું અને ચાંદીના ભાવમાં તેજી જાેવા મળી રહી છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાના ભાવ દોઢ અઠવાડિયાની ઊંચાઈ પર પહોંચી ગયા છે. જ્યારે ચાંદી એક મહિનાની ઊંચાઈ પર ટ્રેડ થઈ રહી છે. લાભ પાંચમ આવતી કાલે એટલે કે ૧૮મી નવેમ્બર ૨૦૨૩ના રોજ શનિવારે ઉજવાશે. તે પહેલા સોનાના ભાવમાં તેજી જાેવા મળી રહી છે. ઘરેલુ વાયદા બજારમાં સોનુ અને ચાંદી તેજીમાં જાેવા મળી રહ્યા છે. સ્ઝ્રઠ પર સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો છે. સોનાનો ભાવ ૮૦ રૂપયા વધીને ૬૦૮૦૨ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પહોંચ્યો જ્યારે ચાંદી પણ ૫૦ રૂપિયા મજબૂત થઈને ૭૩૪૧૦ રૂપિયા પ્રતિ કિલો જાેવા મળી. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઈટ ૈહ્વદ્ઘટ્ઠટ્ઠિંીજ.ર્ષ્ઠદ્બ મુજબ ૯૯૯ પ્યોરિટીવાળું ૧૦ ગ્રામ સોનું ૪૭૩ રૂપિયા વધીને હાલ ૬૦૯૭૮ રૂપિયાના સ્તરે જાેવા મળી રહ્યું છે. જ્યારે ૯૧૬ પ્યોરિટીવાળું ૧૦ ગ્રામ ગોલ્ડ ૪૩૩ રૂપિયા તેજી સાથે ૫૫૮૫૬ રૂપિયાના સ્તરે જાેવા મળી રહ્યું છે.

ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી પ્રતિ કિલો ૩૫૫ રૂપિયા વધીને ૭૩૨૧૦ રૂપિયાના સ્તરે જાેવા મળી છે. ઈન્ટરનેશનલ સ્પોટ માર્કેટમાં સોનાનો ભાવ દોઢ અઠવાડિયાની ઊંચાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. કોમેક્સ પર સોનાનો ભાવ ૧૯૯૦ ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે ચાંદી પણ ૨૪ ડોલરની નજીક પહોંચી છે. કોમેક્સ પર સોનાને ેંજી હ્લઈડ્ઢ થી વ્યાજદરોમાં વધારો અટકવાના ટ્રિગરથી સપોર્ટ મળી રહ્યો છે. જાે કે કિંમતો ૨૦ ડોલર વધીને નવા શિખર પર પહોંચી. ચાંદી પણ એક મહિનાના હાઈ પર પહોંચી ગઈ. ૈહ્વદ્ઘટ્ઠ તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. ૨૨ કેરેટ અને ૧૮ કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે ૮૯૫૫૬૬૪૪૩૩ પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્‌સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્‌સ માટે તમે ુુુ.ૈહ્વદ્ઘટ્ઠ.ર્ષ્ઠદ્બ પર જઈ શકો છો. સોનાના ભાવ ઘણું ઘરું બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જાે ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે. ખાસ નોંધઃ અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. ૈંમ્ત્નછ દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં ય્જી્‌ સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

Related Posts