લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ દ્વારા ગાયત્રી મંદિર ખાતે નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો
અમરેલી લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ દ્વારા શ્રી સંત શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ ના સયુંકત ઉપક્રમે ગાયત્રી મંદિર અમરેલી ખાતે નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પ આયોજિત કરવામાં આવેલ. જેનો લાભ મોટી સંખ્યા માં દર્દી નારાયણ દ્વારા લેવા માં આવ્યો હતો. આ કેમ્પમાં વિનામુલ્યે આંખના રોગોનું નિદાન કરી, જરૂરીયાતવાળા મોતીયાના દર્દીને શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલની બસમાં લઇ જઇ, અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિના મુલ્યે ઓપરેશન કરી આપવામાં આવેલ. તેમજ ઓપરેશન વાળા દર્દી ઓને લાવવા લઈ જવા જમવા રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હોસ્પિટલ તરફથી કાળા ચશ્માં આપવામાં આવશે. આ સમગ્ર કેમ્પને સાર્થક કરવા માટે લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ ના પ્રમુખ દિનેશભાઇ કાબરીયા, તથા વિજય વસાણી, રાકેશ નાકરાણી, પ્રીતેશ બાબરીયા તથા ગાયત્રી મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી બાબુભાઇ રાજ્યગુરુ તથા કેમ્પ વ્યવસ્થાપક સવજીભાઈ પટેલ દ્વારા જહેમત કરવામાં આવી હતી.
Recent Comments