fbpx
અમરેલી

લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા અમરેલીમાં યોજાયેલ ૧૪મો નેત્ર નિદાન અને નેત્રમણીઆરોપણ કેમ્પ

રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર- મુંબઈ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા તેમજ સુદર્શન નેત્રાલય- અમરેલી અને રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર – મુંબઈના આર્થિક સહયોગથી તા. ૧૧-૦૧-૨૦૨૪ ને ગુરૂવારે બપોરે ૩-૦૦ કલાકે અમરેલી શહેરના નગરજનો માટે લાયન્સ હોલ અમરેલીમાં ૧૪મો વિનામુલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.

આ નિદાન કેમ્પમાં ૪૩ દર્દીઓની આંખના તમામ રોગોની તપાસ નિષ્ણાત ડૉ. પલક મોદી દ્વારા કરવામાં આવેલ અને જરૂરિયાતમંદ ૧૫ દર્દીઓને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી આરોપણ વિનામૂલ્યે કરી આપવામાં આવેલ હતા. આ કેમ્પમાં સામાજીક અગ્રણી રાજુભાઈ સરખેદી ઉપસ્થિત રહ્યા હતા.

આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) તરફથી પ્રમુખ લાયન કિશોરભાઇ શિરોયા, સેક્રેટરી લાયન રૂજુલભાઈ ગોંડલીયા, લાયન એમ. એમ. પટેલ, લાયન રમેશભાઈ ગોલ, લાયન વિનોદભાઈ આદ્રોજા, લાયન જયેશભાઈ પંડયા, લાયન સાહસ ઉપાઘ્યાય તેમજ સુદર્શન નેત્રાલય તરફથી શ્રી કિર્તીભાઈ ભટ્ટ, નિલેશભાઈ ભીલઅને તેમની નર્સિંગ ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી તેમ લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) તરફથી પ્રા. એમ. એમ. પટેલની યાદી જણાવે છે

Follow Me:

Related Posts