fbpx
અમરેલી

લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ વિનામુલ્યે નેત્ર નિદાન કેમ્પનું ભવ્ય આયોજન થયેલ

તારીખ ૧૬-૧૦-૨૦૨૨ને રવિવારના રોજ ૯૪ મો નેત્ર નીદાન કેમ્પ  શ્રી સદ્દગૂરૂ શ્રીકબીર સાહેબ સેવા ટૄસ્ટ અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ અમરેલી દ્વારા સંચાલિત વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખોના રોગથી પીડાતાં દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પની અંદર ઓ.પી.ડી.માં ૧૩૪ દદીઁઓને લાભ લીધો હતો. અને તેમજ મોતિયાના ઓપરેશન  ૨૪ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પનુ દિપ પાગટય  પ.પૂ. મહંત શ્રી નારણદાસ સાહેબ તથા  લાયન્સ કલબ ઓફ અમરેલી  સિટીમાંથી લાયન્સ પ્રમુખ ભુપતભાઇ ભુવા,  મહેશભાઈ પટેલ સાહસભાઈ ઉપાધ્યાય, દર્શનભાઈ તથા બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટના વિશાલભાઇ વ્યાસ,  જિતેનભાઇ હેલૈયા,મેહુલભાઈ ત્રિવેદી. કિતિઁભાઇ ભટ્ટ, નિલેષભાઈ ભીલ, હીંમતભાઈ કાછડીયા  કબીરટેકરી સાવરકુંડલા વગેરે સેવા આપી હતી.

Follow Me:

Related Posts