અમરેલી

લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા આયોજિત સેમિનારને જ્વલંત સફળતા અપાવવા બદલ સંલગ્ન તમામ સહયોગીઓનો જાહેર આભાર માનતા લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલાના પ્રમુખ કમલ શેલાર.

કોઈ પણ સફળ કાર્ય પાછળ ટીમ વર્ક હોય છે એ વાતની પુષ્ટિ કરતાં લાયન્સ કલબ ઓફ સાવરકુંડલાના પ્રમુખ કમલ શેલાર દ્વારા સાવરકુંડલા ખાતે લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા આયોજિત સેમિનારને ભવ્ય સફળતા પ્રદાન કરાવવામાં યશભાગી તમામનો જાહેર આભાર માન્યો હતો. જેમાં ખાસકરીને ગત તારીખ ૨૪/૨/૨૪ ના રોજ લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા આયોજિત ધોરણ ૧૦-૧૨ ના વિધાથીઓ માટે ફ્રી સેમિનાર યોજવામાં આવ્યો હતો

જેમાં માં બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર સાવરકુંડલા તમામ હરિભક્તો,મોટીવેશનલ સ્પીકર અશોક ગુજજર સાહેબ,સાવરકુંડલા તાલુકાની તમામ હાઈસ્કૂલના આચાર્યશ્રીઓ તથા ટ્રસ્ટીશ્રીઓ ,લાયન્સ શિક્ષકો,ભકિતબહેન પરમાર,પાંધીસર(પત્રકાર),મહેન્દ્રસિંહ(પત્રકાર),વગેરે તથા આ સેમિનારમાં દરેક વિધાથીને પેન આપવા બદલ લાયન હાદિક પરમાર-રાંદલ સ્ટીલ સાવરકુંડલા તેમજ પોતાનો કિંમતી સમય કાઢીને ખુબ મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરવા બદલ. લાયન જતીન બનજારા , લાયન પારુલ ગાંધી, લાયન જતીન ત્રિવેદીતેમજ સમગ્ર સેમિનાર દરમિયાન વીજપુરવઠોમાં વિક્ષેપ ન પડે તે માટે પોતાની અંગત જવાબદારી સમજી તકેદારી રાખી કાર્યક્રમ દરમિયાન વીજળી પૂરી પાડવા માટે સાવરકુંડલા જીઈબીના ડેપ્યુટી એન્જીનીયર બોરડ સાહેબ સમેત  તમામનો લાયન્સ કલબ ઓફ સાવરકુંડલાના પ્રમુખ તરીકે સંસ્થા વતી કમલ શેલાર દ્વારા જાહેર આભાર વ્યક્ત કરવામાં આવેલ

Related Posts