લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા કરવામાં આવેલ વિવિધ સેવાકીય પ્રવૃતીઓ નું આયોજન
અમરેલી જિલ્લાની નામાંકિત સેવાકીય સંસ્થા લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન વસંતભાઇ મોવલિયા ના સેવા પરમો ધર્મ ના સૂત્ર સાથે શરૂ થયેલ લાયન વર્ષ ૨૧-૨૨ ના છેલ્લા દિવસે પણ સેવાકીય કર્યો નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓલ ઈન્ડિયા મુવમેંટ ઓફ સેવા અમરેલી કેન્દ્ર ખાતે રહેતા અનાથ બાળકો તથા બહેરા-મૂંગા શાળા અમરેલી ખાતે રહેતા બાળકો તથા બાળા ઓ ને ધાર્મિક કેટરર્સ ના માલિક તથા લાયન મેમ્બર કનુભાઈ દેશાઈ ના સહયોગ થી મિસ્ટ ભોજન જમાડવામાં આવ્યું હતું. તેમજ જીવદયા પ્રોજેકટ અંતર્ગત પે સેન્ટર શાળા લૂણીધાર ખાતે શાળાના આચાર્ય હેતલબેન કુંભાણી તથા સ્ટાફ ની મહેનત દ્વારા ઉજેરવામાં આવેલ વૃક્ષોમાં રહેતા પક્ષીઓ માટે ચણ તેમજ પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતું
આ સમગ્ર કાર્યક્રમોમાં લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલના પ્રમુખ દિનેશભાઇ કાબરીયા, સેક્રેટરી વિજય વસાણી તથા કનુભાઈ દેશાઈ, મયુર દેશાઈ, સમીર કાબરિયા, સંજય રામાણી, પ્રિતેશ બાબરિયા, વિવેક વસાણી, જયસુખભાઇ સોરઠિયા, ઉષા વસાણી તેમજ પે સેન્ટર શાળા લૂણીધારના આચાર્ય હેતલબેન કુંભાણી સહિત સંસ્થાના સભ્યોનો સહકાર મળ્યો હતો.
Recent Comments