લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
સેવાના માધ્યમથી સમગ્ર અમરેલી વિસ્તારમાં માનીતી સામજિક સંસ્થા લાયન્સ ક્લબ ઓફ અમરેલી દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અનુસંધાને સુંદર અને કલાત્મક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
સિનિયર સિટીઝન પાર્ક ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં અમરેલીની વિવિધ શાળાના વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક સ્પર્ધકે મૌલિકતાથી વિષયોને રજૂ કર્યા હતા. ધોરણ ૦૯થી ૧૨ ના વિધાર્થીઓએ પરીક્ષા એક ઉત્સવ, એક્ઝામ વોરિયર્સ અને અતુલ્ય ભારત વિષય પર કૃતિઓને રજૂ કરી હતી. જેમાંથી ૦૫ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન, ૦૫ વિદ્યાર્થીઓને સ્પેશ્યલ કેટેગરી અને ત્રણ મુખ્ય વિજેતાઓને વિવિધ ગિફ્ટ, મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતાં ઉલ્લેખનીય છે કે દરેક સ્પર્ધકને ગિફ્ટ સાથે સંસ્થાના સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓની કળાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલના સ્થાપક પ્રમુખ લાયન વસંતભાઈ મોવલિયાએ સ્પર્ધામાં ભાગ લેનારા દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રેખાબેન મોવલિયા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ બસિયા, લાયન્સ ઝોન ચેરમેન લાયન દિનેશભાઈ ભુવા, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પ્રમુખ ડૉ. ભરતભાઈ કાનાબાર, શ્રી બીપીનભાઈ જોષી, ખ્યાતનામ જ્યોતિષ આચાર્ય શ્રી રોહિતભાઈ જીવાણી, શ્રી મુકેશભાઈ કોરાટ સહિતના સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં જ્યુરી મેમ્બર તરીકે શ્રી ડી જી મહેતા (પેઈન્ટર), શ્રી જે પી પડાયા, શ્રી યોગેશભાઈ તેરૈયા, શ્રી ડાભી સાહેબ, દંત્રેલિયા સાહેબ, શ્રી ભટ્ટી સાહેબે સેવા આપી હતી.
લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ પ્રમુખ લાયન રિતેશભાઇ સોની, મંત્રી લાયન રાકેશ નાકરાણી, ખજાનચી લાયન અરૂણ ડેર, પ્રોજેક્ટ ચેરમેન લાયન રોહિત મહેતા અને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ જિલ્લા ઇન્ચાર્જ લાયન દિવ્યેશ વેકરિયા સહિતના સદસ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.
Recent Comments