લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા વસંતભાઈ મોવલિયાના જન્મદિવસે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન
લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા લાયન્સ ગૌરવ PMJF લાયન વસંત મોવલિયાના જન્મદિવસ નિમિત્તે ગરીબ બાળકોને બિસ્કિટ, વેફર્સ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તદુપરાંત સિનિયર સિટીઝન પાર્ક ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાભાર્થીઓને વિનામૂલ્યે ડાયાબિટીસ ચેકઅપ, બ્લડ પ્રેસર નિદાન અને અન્ય મેડિકલ સંબંધિત તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ટી બી અવેરનેસ કેમ્પ પણ કરવામાં આવ્યો હતો.
ક્લબ પ્રમુખ લાયન દિવ્યેશ વેકરિયાએ જણાવ્યું હતું કે, આજનો દિવસ લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ માટે વિશેષ છે. સેવા પરમો ધર્મના સારથી વસંતભાઈના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવતાં ક્લબ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલના સ્થાપક પ્રમુખ એવા વસંતભાઈનો સેવા ભાવ અમારા સૌ માટે પ્રેરણારૂપી રહ્યો છે. સૌએ સદસ્યોએ સાથે મળીને જન્મદિવસની ઉજવણી સેવાકીય પ્રવૃતિઓ સાથે કરી હતી.
આ તકે ક્લબ પ્રમુખ લાયન દિવ્યેશ વેકરિયા, મંત્રી લાયન ધર્મેશ વિસાવળીયા, ખજાનચી લાયન વિજય વસાણી, લાયન રિતેશભાઇ સોની, લાયન સુરેશભાઈ દેસાઈ, લાયન જલ્પેશભાઈ મોવલિયા, લાયન દિનેશભાઈ કાબરિયા, લાયન મુકેશભાઈ કોરાટ, લાયન અરૂણભાઈ ડેર, લાયન રાજુભાઈ ગઢીયા, લાયન દેવશીભાઈ પાદરીયા, લાયન પ્રિતેશભાઈ બાબરીયા, લાયન કનુભાઈ દેસાઈ, લાયન ઉમેશભાઈ દૂધાત સહિતના સદસ્યો હાજર રહ્યા હતા.
Recent Comments