લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા પ્રજાસતાક દિવસની ઉજવણી
અમરેલી લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા પ્રજાસતાક દિવસની ઉજવણીયુનિટી હાઈસ્કૂલ અમરેલી ખાતે રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી વસંતભાઈ મોવલીયા તથા સંસ્થાના ટ્રસ્ટી શ્રી ડી. જી. મહેતા ની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોને માસ્ક તથા ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું.આ તકે લાયન્સ ક્લબ અમરેલી રોયલ ના પ્રમુખ દિનેશ કાબરીયા, મંત્રી વિજય વસાણી, ખજાનચી અરુણ ડેર, તથા રોહિત મહેતા,સંજય ભેંસણીયા,દિવ્યેશ વેકરિયા, રાકેશ નાકરાણી, નિલેશ મોવલીયા સહિત આગેવાનો તથા લિયો ક્લબ અમરેલી રોયલના યુવાનો તથા શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા.
Recent Comments