લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા સુદર્શન નેત્રાલય અમરેલીના સહયોગ થી પી.પી.એસ.હાઈસ્કૂલ – વંડા ખાતે ત્રિવિધ કાર્યક્રમો નું થયેલ સફળ આયોજન.
લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા સુદર્શન નેત્રાલય અમરેલીના સહયોગ થી શ્રી પી.પી.એસ.હાઈસ્કૂલ – વંડા ખાતે ત્રિવિધ કાર્યક્રમો નું થયેલ સફળ આયોજન. આજના આ ડિજીટલ યુગ તથા કોરોના કાળ દરમ્યાન ઓનલાઇન શિક્ષણ માટે વપરાતા મોબાઈલ તથા કોમ્પ્યુટરથી ક્યાકને ક્યાક બાળકોની આંખોને નુકશાન થતું હોય છે. જેને સમય રેતા સારવાર કરવામાં ન આવે તો બાળકોની આંખોને વધુ નુકશાન થવાની પણ શક્યતા રહેતી હોય છે. માટે અમરેલી ની નામાંકિત સેવાકીય સંસ્થા લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા સુદર્શન નેત્રાલય અમરેલીના સહયોગ થી વંડા ગ્રામ્ય વિસ્તાર કેળવણી મંડળ સંચાલિત શ્રી પી.પી.એસ.હાઈસ્કૂલ – વંડા ખાતે વિનામુલ્યે નેત્ર નિદાન તથા ચશ્મા વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો. જેમાં શાળાના ૨૪૦ વિદ્યાર્થીઓ ને તપાસવામાં આવ્યા હતા નિદાન કરતાં વિદ્યાર્થીઓ પૈકી ૨૩ને આંખમાં નંબર, ૨ વિદ્યાર્થીઓને એલર્જી તેમજ ૧ વિદ્યાર્થીને મોતિયો છે તેમ જાણવા મળેલ. જે બધાને ચશ્મા તેમજ જરૂરી સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવેલ. તથા લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ને વિનામુલ્યે સેનેટરી નેપકિનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલના સેક્રેટરી વિજય વસાણી, ક્વેસ્ટ ચેરમેન રાકેશ નાકરાણી, સુદર્શન નેત્રાલય અમરેલીના વિજયભાઈ રાવલ, ઓપ્થાલ્મિક આસિસ્ટન્ટ દર્શિતભાઈ, તથા તેમનો સ્ટાફ, પ્રો. જે. એમ. તળાવિયા, સંસ્થા ના મેનેજીંગ ટ્રસ્ટી મનજીબાપા તળાવીયા ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પિયુષભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતુ. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા પી.પી.એસ.હાઈસ્કૂલ – વંડાના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
Recent Comments