લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા આયોજિત જન્માષ્ટમી લાયન્સ લોકમેળો-૨૦૨૨ ખુલ્લો મુકાયો
શ્રાવણ માસમાં જન્માષ્ટમીના પવિત્ર પર્વ પર દર વર્ષે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા લાયન્સ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા જન્માષ્ટમી લાયન્સ લોકમેળા-૨૦૨૨નું આયોજન નૂતન હાઈસ્કૂલના મેદાનમાં કરવામાં આવેલ છે. જેનો ઉદઘાટન સમારોહ તા.૧૪-૦૮-૨૦૨૨ ને રવિવારે આયોજીત કરવામાં આવેલ હતો. સમારોહના પ્રારંભે લાયન દિનેશભાઈ સોરઠીયા દ્વારા લાયન્સ ઘ્વજવંદના કરવામાં આવેલ. પ્રમુખ લાયન ભુપતભાઈ ભુવાએ શાબ્દિક ઉદબોધન કરી માનવંતા મહેમાનોનું સ્વાગત કરેલ હતું.અમરેલીના સાંસદશ્રી નારણભાઈ કાછડીયાએ દીપ પ્રાગટ્ય કરી લોકમેળાને જાહેર જનતા માટે ખુલ્લો મુકેલ હતો. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨-જે ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન એસ. કે. ગર્ગ દ્વારા લાયન્સ ધ્વજારોહણ કરેલ. ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨-જે ના પ્રથમ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન હિરલબા જાડેજા, દ્રિતીય વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન રમેશભાઈ રૂપાલાએ પ્રાસંગિક ઉદબોધન કરી તહેવાર અને ભક્તિ પ્રધાન આપણી સામાજિક સંસ્કૃતિમાં લોકમેળાના આયોજન વિવિધતામાં એકતાનું પ્રતિબિંબ પ્રદર્શિત કરે છે. લોકમેળાએ લોકજીવનની પરંપરાનું અભિનય અંગ છે, જેમાં આનંદ અને નવીનતાનો અનુભવ થાય છે.
અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મનીષાબેન રામાણી, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયા, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અમરેલીના પ્રમુખ ડો.જી.જે.ગજેરા, અમર ડેરી અમરેલીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલિયા, ઝોન ચેરમેન લાયન દિનેશભાઈ ભુવા, અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષશ્રી મનીષભાઈ સંઘાણી, અગ્રણી ઉદ્યોગપતિશ્રી જયસુખભાઈ દેસાઈ, અમરેલી નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેનશ્રી સુરેશભાઈ શેખવા, અગ્રણી ઉદ્યોગપતિશ્રી દકુભાઇ ભુવા, અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરપર્સન શ્રીમતી કંચનબેન જીતુભાઈ ડેર, લેઉવા પટેલ સમાજ અમરેલીના પ્રમુખશ્રી કાંતિભાઈ વઘાસિયા, લાયન્સ ક્લબ ઓફ અમરેલી (રોયલ)ના પ્રમુખ લાયન રિતેષભાઈ સોની, લાયન્સ ક્લબ ઓફ અમરેલી (મેઈન)ના પ્રમુખ લાયન શિવલાલભાઈ હપાણી, પરિવર્તન સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી શરદભાઈ ધાનાણી, વિશ્વ હિન્દુ પરિષદ અમરેલીના પ્રમુખ હસમુખભાઈ દુધાત, બાલમુકુંદ જ્વેલર્સ પ્રા. લિ.ના ડિરેક્ટરશ્રી નીતિનભાઈ રાજપરા, અગ્રણી ઉદ્યોગપતિશ્રી ભાવેશભાઈ સોઢા, અગ્રણી ઉદ્યોગપતિશ્રી કાળુંભાઈ ભંડેરી, નૂતન હાઇસ્કુલ અમરેલીના પ્રિન્સિપાલશ્રી વિપુલભાઈ વ્યાસ, ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ અમરેલીના પ્રમુખશ્રી ચતુરભાઈ અકબરી, વેપારી મહામંડળ અમરેલીના પ્રમુખશ્રી સંજયભાઈ વણઝારા, ખોડલધામ સમાધાન પંચના અધ્યક્ષશ્રી મનુભાઈ દેસાઈ, જિલ્લા ખોડલધામના અધ્યક્ષ રમેશભાઈ કાથરોટીયા વગેરે ઉપસ્થિત રહી જન્માષ્ટમી લાયન્સ લોકમેળા-૨૦૨૨ને શુભેચ્છાઓ પાઠવી સફળતા ઈચ્છી હતી.
અંતમાં આભારવિધિ લાયન પ્રા. એમ. એમ. પટેલ દ્વારા કરવામાં આવેલ. સમારોહનું સંચાલન શ્રી ભરતભાઈ બાવીસી દ્વારા કરવામાં આવેલ. આ લાયન્સ લોકમેળાને સફળ બનાવવા સેક્રેટરી લાયન મહેશભાઈ એમ પટેલ, લાયન જયેશભાઈ પંડ્યા, લાયન જીતુભાઈ ડેર, લાયન પરેશભાઈ કાનપરિયા, લાયન પરેશભાઈ આચાર્ય, લાયન અશ્વિનભાઈ સંપટ, લાયન ભગવાનભાઈ કાબરીયા, લાયન સાહસ ઉપાધ્યાય, લાયન અશોકભાઈ કોઠીયા, લાયન કિશોરભાઈ શિરોયા, લાયન ભદ્રશસિંહ પરમાર, લાયન મનોજભાઈ કાનાણી, લાયન જીતુભાઈ પાથર, લાયન રમેશભાઈ ગોલ, લાયન રાજેશભાઈ માંગરોળીયા, લાયન મુસ્તુફા આફ્રિકાવાલા, લાયન ડો.વિરલભાઇ ગોયાણી, લાયન વિનોદભાઈ આદ્રોજા, લાયન પ્રવિણભાઈ રાઠોડ, લાયન નિલેશભાઈ ધોળકિયા, લાયન નૈનેશભાઈ સિંધવડ, લાયન બિમલભાઈ રામદેવપુત્રા, લાયન રિધેશભાઈ નાકરાણી, લાયન ડો. અશોકભાઈ પરમાર, લાયન નરોત્તમભાઈ સાકરીયા, લાયન કૌશિકભાઈ ટાંક, શ્રી દર્શનભાઈ ચૌહાણ વગેરેએ જહેમત ઉઠાવી હતી તેમ લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના પી.આર.ઓ લાયન પ્રા. એમ એમ પટેલ જણાવે છે
Recent Comments