અમરેલી

લાયન્‍સ કલબ અમરેલી (મેઈન) દ્વારા ડાયાબિટિસ, આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્‍પ યોજાયો

લાયન્‍સ કલબ અમરેલી મેઈન અને સિનિયર મેમ્‍બર લાયન નાનુભાઈ તળાવીયાનાસહયોગ અને માર્ગદર્શનથી આ કેમ્‍પનું આયોજન તા.7/3ને રવિવારના રોજ રામેશ્‍વર મંદિર ખાતે થયું. આ કેમ્‍પમાં જૂનાગઢથી ડો. હિરપરાએ સેવા આપેલ છે. 113 જેટલા દર્દીઓએ લાભ લીધેલ છે. આ કાર્યક્રમમાં લાયન્‍સ સેક્રેટરી કૌશિક હપાણી, ડી.સી. લાયન રાજુભાઈ પરીખ, ડી.સી. લાયન જગદીશ તળાવીયા, ડી.સી. લાયન શિવલાલ હપાણી, લાયન ગોરધનભાઈ માંડલીયા, લાયન કિશોર મારૂ, લાયન ડી.સી. રાજેશ ઝાલાવાડીયા વગેરે લાયન મિત્રો હાજર રહયા હતા અને કેમ્‍પને સફળ બનાવેલ છે તેમ રાજુભાઈ પરીખની યાદીમાં જણાવેલ છે.

Related Posts