અમરેલી

લાયન દિવ્યેશ વેકરિયાની પ્રમુખ તરીકે વરણીગૌરવવંતા મહેમાનોની ઉપસ્થિતિમાં લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલનો શપથગ્રહણ સમારોહ યો

PMJF લાયન વસંતભાઈ મોવલિયાના વડપણ હેઠળ સેવા પરમો ધર્મના મંત્ર સાથે કામ કરતી લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલના નવનિયુક્ત પ્રમુખ લાયન દિવ્યેશ વેકરિયા અને તેની ટીમનો શપથગ્રહણ સમારોહ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. પંચવટી ફાર્મ ખાતે યોજાયેલ આ સમારોહમાં શપથવિધિ ડિસ્ટ્રિક્ટ 3232જેના ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર PMJF લાયન રમેશભાઈ રૂપાલાએ કરાવી હતી.

આ કાર્યક્રમમાં સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરિયા, લાઠી વિધાનસભા ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા, અમર ડેરી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, પ્રદેશ ભાજપ કિસાન મોરચા મહામંત્રી શ્રી હિરેનભાઈ હિરપરા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશ કાબરિયા, શ્રી સૌરાષ્ટ્ર નાગરિક મંડળી ચેરમેન શ્રી અનિલભાઈ વેકરિયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી બિપીનભાઈ લિંબાણી, અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી મેહુલભાઈ ધોરાજીયા અને શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા, ડિસ્ટ્રિક્ટ ડેપ્યુટી ટ્રેઝરર લાયન કાંતિલાલ વઘાસિયા, રિઝયન ચેરપર્સન લાયન મયંકભાઈ ગોસાઈ, ઝોન ચેરપર્સન લાયન નિલેશભાઈ ઠુમ્મર, લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી પ્રમુખ શ્રી કિશોરભાઈ શિરોયા, લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઈન પ્રમુખ શ્રી કૌશિકભાઈ હપાણી, લાયન્સ ક્લબ ઓફ કુંકાવાવ રોયલ પ્રમુખ શ્રી પ્રિતેશભાઈ ડોબરિયા સહિત સામાજિક, રાજકીય અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

સમગ્ર કાર્યક્રમની રૂપરેખા પ્રમુખ લાયન રિતેશ સોની, લાયન ધર્મેશ વિસાવળિયા, લાયન અરૂણ ડેર, લાયન વિજય વસાણી, લાયન સંજય માલવિયા, લાયન દિનેશ કાબરિયા, લાયન મુકેશ કોરાટ, લાયન જયસુખ સોરઠિયા, લાયન રોહિત મહેતા, લાયન કનુભાઈ દેસાઈ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

Related Posts