અમરેલી

લાલકા નાની સિંચાઈ યોજના ઓવરફ્લો: લાલકા, વાંકિયા,  સુખપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સાવધાનીના પગલાંઓ અનુસરવા અને તકેદારી રાખવા અનુરોધ

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લાલકા ગામ સ્થિત લાલકા નાની સિંચાઈ યોજના આજરોજ તા.૨૮ ઓગસ્ટ, ૨૦૨૪ ને બુધવારના રોજ સવારે ૯.૦૦ કલાકે ઓવરફ્લો છે. લાલકા ગામના નીચવાસમાં આવતા વિસ્તારોમાં સાવધ રહેવા અનુરોધ છે. લાલકા, વાંકિયા, સુખપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સાવધાનીના પગલાંઓ અનુસરવા અને તકેદારી રાખવી, તેમ નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts