fbpx
રાષ્ટ્રીય

લાલુ યાદવને હાઇકોર્ટમાંથી મોટી રાહત, જેલમાંથી બહાર આવવાનો રસ્તો સાફ

ઘાસચારા કૌભાંડ કેસમાં સજા કાપી રહેલા આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને ઝારખંડ હાઇકોર્ટમાંથી મોટી રાહત મળી છે. દુમકા કોષાગરમાંથી ગેરકાયદેસર પૈસા ઉપાડવાના કેસમાં તેમને જામીન મળી ગયા છે. જાે કે લાલુ યાદવને જેલમાંથી બહાર આવતા હજુ ૧-૨ દિવસનો સમય લાગી શકે છે. કોવિડ સંક્રમણના નિયમના લીધે જેલમાંથી નીકાળવામાં થોડુંક મોડું થઇ શકે છે. જામીન બોન્ડ ભર્યા બાદ જેલમાંથી બહાર આવવાની પ્રક્રિયા શરૂ થશે.

લાલુ પ્રસાદ યાદવની તરફથી કરાયેલી અરજીમાં કહ્યું કે તેમણે પોતાની અડધી સજા કાપી લીધી છે. સાથો સાથ તેમની ઉંમર ઘણી વધી ગઇ છે અને તેમને ગંભીર બીમારીઓએ પણ ઘેરી લીધો છે આથી તેમને જામીન આપવામાં આવે. આ કેસમાં અડધી સજા પૂરી કરનાર બાકીના દોષિતોને જામીન મળી ચૂકયા છે. આ બધાની વચ્ચે રાંચી હાઇકોર્ટે આરજેડી સુપ્રીમોને જામીનનો ર્નિણય સંભળાવ્યો.

આરજેડી નેતા શિવાનંદ તિવારી એ કહ્યું કે લાલુ પ્રસાદ યાદવને જામીન મળ્યા છે. સુપ્રીમ કોર્ટની તરફથી બનાવેલા નિયમ પ્રમાણે જામીન મળ્યા છે. તેમણે કહ્યું કે બેલ બોન્ડ સહિત તમામ પ્રક્રિયાને જાેતા લાલુ પ્રસાદ યાદવને બહાર આવવામાં ૩-૪ દિવસ લાગી શકે છે. એમ્સના ડૉકટર્સની સલાહ પર નક્કી થશે કે લાલુ યાદવને કયારે પટના લાવામાં આવે. હાલ તમામ વાતો બાદમાં થશે અત્યારે ખુશી મનાવાનો સમય છે. આખા બિહારમાં લાલુ યાદવની જામીન પર મીઠાઇ વહેંચાઇ રહી છે.

Follow Me:

Related Posts