લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ બસ સ્ટેન્ડમાં વર્ષોથી થયેલા દબાણો પર AMCનું બુલડોઝર ફરી વળ્યું

શહેરમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની તેમજ કોર્પોરેશનની જગ્યા પર ગેરકાયદેસર કબજો જમાવી દેનાર લોકો સામે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં જે રીતે બુલડોઝર ફેરવી અને બાંધકામ દૂર થયા છે તેમ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમસામે વર્ષોથી મ્યુનિસિપલ કોર્પોરેશનના 133 નંબરના બસ સ્ટેન્ડપાસેની જગ્યામાં રહેલા દબાણને મ્યુનિસિપલ કાઉન્સિલર પ્રકાશ ગુર્જર અને અશ્વિન પેથાણીએ દૂર કરાવ્યા છે. એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસરબાંધકામ અને ફૂટપાથની જગ્યા પરના દબાણો દૂર કરી 1600 ચોરસમી બાપુનગર વિસ્તારમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ સામે તેમજ 133 નંબરના AMTS બસ સ્ટેન્ડ સહિત આસપાસના વિસ્તારમાં કેટલાક લોકોએ ગેરકાયદેસર બાંધકામ કરી અને અડ્ડો જમાવી દીધો હતો. 13 જેટલા કોમર્શિયલ બાંધકામ, 15 ક્રોસવોલ અને 13 ઓટલાઓ એમ કરીને 1600 ચોરસમીટર જેટલી જગ્યામાં કરેલા દબાણને દૂર કરવા માટે સ્થાનિક કાઉન્સિલર પ્રકાશ ગુર્જર અને અશ્વિન પેથાણીએ એસ્ટેટ વિભાગને રજુઆત કરી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 133 નંબરના બસ સ્ટેન્ડ અને આસપાસના વિસ્તારમાં રહેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. દબાણો દૂરકર્યા બાદ ત્યાં ફેનસિંગ કરવામાં આવી છે.
Recent Comments