સૌરાષ્ટ - કચ્છ

લાવવા આહવાન:મધ્યપ્રદેશનો યુવાન છેલ્લા 10 માસમાં સાત રાજ્યમાં સાયકલ યાત્રા કરી ઊના પહોંચ્યો

રઘુવંશી યુવાને આંતર રાષ્ટ્રીય યોગ યાત્રા મિશન શરૂ કરી આખા ભારતદેશની યાત્રા કરશે   મધ્યપ્રદેશના નાગપુર ખાતે રહેતા રઘુવંશી સમાજનો અને આર.એસ.એસ.ના વિદ્યા સહાયકના શિક્ષક એવા મેહુલભાઇ લાખાણી ઉ.વ.32 એ પોતાના વતનથી 21 જુન 2021 ને આંતર રાષ્ટ્રીય યોગ દિને સાયકલ લઇને આખા ભારતભરની યાત્રા માટે નિકળી અને મનુષ્યના આરોગ્ય વિશે અને યોગા વિશેને જાણકારી માટે પૂરા ભારતભરમાં સાયકલ યાત્રા કરવા નિકળ્યો હતો. છેલ્લા 10 મહિનાથી સાયકલ યાત્રા કરેલ તેમાં 7 રાજ્યો ફર્યા હતા. અને જે રાજ્યમાં શહેર કે ગામમાં પહોચે ત્યાં આ યુવાને શાળાઓમાં તેમજ લોકોને યોગાશન કરાવે છે. અને તેના વિશે માર્ગદર્શન આપી જાગૃતિ લાવવા આહવાન કરે છે. આ યુવાન શુક્રવારે ઉના પહોચતા રાત્રી રોકાણ કર્યું હતું અને આજે બપોર પછી ફરી સાયકલ યાત્રા કરી કોડીનાર તરફ રવાના થયો હતો. અને આ યુવાનનું લક્ષ્યાંક એવું કે ભારતભરમાં લોકો સ્વાથ્ય તંદુરસ્ત રહે તે માટે યોગ વિશે માહીતગાર કરવા 1 લાખ કિ.મી. સુધીની સાયકલ યાત્રા કરવા માટે ત્રણ વર્ષ જેટલો સમય લાગશે. ત્યાર બાદ મેહુલભાઇ પરત પોતાના વતન એમ પી ખાતે વખત પહોચશે.

Related Posts