fbpx
સૌરાષ્ટ - કચ્છ

લીંબડીમાં બનેવીએ ૧૪ વર્ષની સાળી પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ

લીંબડી તાલુકાના પાણશીણા ગામના અને હાલ બોરણા ગામે રહી ખેત મજૂરી કામ કરતા પરિવારની મોટી પુત્રીના લગ્ન દોઢ-બે વર્ષ પહેલા બાવળા તાલુકાના જુવાલ ગામના વિક્રમ ઈશ્વર સાડમીયા સાથે થયા હતા. મોટી પુત્રીને પ્રસુતિ આવે તેમ હોવાથી તે અને તેનો પતિ વિક્રમ બોરણા ગામે સાસુ-સસરાએ ભાગવી રાખેલી જમીનમાં ખેત મજૂરી કરવા આવ્યા હતા. તા.૯ ફેબ્રુઆરીએ વિક્રમ ખેતરે હતો ત્યારે તેની ૧૪ વર્ષની સાળી ટિફિન દેવા ગઈ હતી. ભોજન કર્યાં બાદ બનેવી અને સાળી ખેતરના શેઢા ઉપર બેઠા હતા.

આજુબાજુના ખેતરોમાં કોઈ હાજર નહીં હોવાનું જાેઈ વિક્રમે સાળી સાથે શારિરીક અડપલા કરવાનું શરૂ કર્યું હતું. સગીરાએ બનેવીને આવું નહીં કરવા જણાવ્યું પરંતુ વિક્રમે સાળીને તારી બહેન સાથે લગ્ન તોડી નાખીશ, તેની જીંદગી અને આવનાર બાળકની જીંદગી બરબાદ થઈ જશે તેવો ડર બતાવીને દુષ્કર્મ ગુજારી ધમકી આપી હતી કે આ વાત કોઈને કહીશ તો સમાજમાં બદનામી થશે, તારી સાથે કોઈ લગ્ન નહીં કરે. દુષ્કર્મ બાદ સૂનમૂન રહેતી નાની બહેનને મોટી બહેને પૂછ્યું ત્યારે સમગ્ર ઘટના સામે આવી હતી. દુષ્કર્મ આચરીને વિક્રમ ભાગી ગયો હતો. સગીર વયની પુત્રી સાથે દુષ્કર્મ કરનાર હવસખોર જમાઈ વિક્રમ ઈશ્વર સાડમીયા વિરુદ્ધ સાસુએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ બાદ સગીરાને મેડિકલ ચેકઅપ માટે લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.લીંબડી તાલુકાના પાણશીણા ગામના અને હાલ બોરણા ગામે રહી ખેત મજૂરી કરતા પરિવારની સગીર વયની પુત્રી સાથે તેના સગા બનેવીએ દુષ્કર્મ આચરતાં ચકચાર મચી જવા પામી છે. સગીરાને મેડિકલ ચેકઅપ માટે લીંબડી સિવિલમાં ખસેડાઈ હતી.

Follow Me:

Related Posts