સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઈવ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખાનગી લકઝરી બસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ૧૫ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે તમામ ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જાે કે અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઈવે પર વસ્તડીના પાટીયા પાસે લકઝરી બસ પલટી મારી ગઈ છે. સોમનાથથી અમદાવાદ જતી લકઝરી બસને અકસ્માત નડ્યો હતો. ખાનગી લકઝરી બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ખાનગી બસમાં ૫૦ થી વધુ મુસાફરો સવાર હોવાનું સામે આવ્યું છે.
ખાનગી બસ અકસ્માતમાં ૧૫ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લીંબડીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જાે કે, અકસ્માતની જાણ થતા સુરેન્દ્રનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી સાથે ૧૦૮ ની ૫ જેટલી ગાડીઓ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. અકસ્માત અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments