fbpx
રાષ્ટ્રીય

લીંબુના શરબતમાં ખાંડ નહિં પણ ગોળ નાંખો, ગરમીથી રાહત મેળવવા બનાવો આ રીતે ‘લીંબુનો શરબત’

થોડા જ દિવસો પછી ગરમી સહન કરવાનો વારો આવશે. ગરમી પડે એટલે લુ લાગવાથી લઇને બીજી અનેક સમસ્યાઓના ઝપેટમાં લોકો આવવા લાગે છે. ગરમીની સિઝનમાં લીંબુનો શરબત હેલ્થ માટે ખૂબ જ સારો રહે છે. પણ જો તમે લીંબુનો શરબત ખાંડનો નહિં પણ ગોળનો પીવો છો તો તમારી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. તો તમે પણ આ રીતે બનાવો ગોળનો લીંબુ શરબત

સામગ્રી

ગોળ
વરિયાળી
લીંબુનો રસ
ચાટ મસાલો
સંચળ પાઉડર
જીરું પાઉડર
મીઠું
ફુદીનો
પાણીતકમરિયા, ગાર્નિંશિગ માટે, જો તમારા ઘરમાં કોઇને ના ભાવે તો તમે આ ના નાંખો તો પણ ચાલે.

બનાવવાની રીત

  • ગોળનો શરબત બનાવવા માટે ગોળને 1 કલાક પહેલા પાણીમાં પાળી લો.
  • ત્યારબાદ મિક્સર જારમાં વરિયાળી, ધાણા જેવી ઉપરની સામગ્રી લઇને ક્રશ કરી લો. જો તમે ઇચ્છો છો તો આમાં ગોળ પણ એડ કરી શકો છો.
  • ત્યારબાદ આ મિશ્રણને ગળણીમાં ગાળી લો અને એક બરણી કે એર ટાઇટ ડબ્બામાં ભરી લો.
  • હવે એક ગ્લાસ કે તપેલીમાં જરૂર મુજબ પાણી લો અને પછી આ મિશ્રણ નાંખો.
  • આ મિશ્રણ નાંખ્યા પછી પાણીને બરાબર હલાવી લો અને એક ગ્લાસમાં કાઢી લો.
  • આમ, જો તમે ઇચ્છો છો તો આ શરબત ઉપર ગાર્નિશિંગ માટે તખમરિયા પણ નાંખી શકો છો. તખમરિયા ઘરમાં કોઇને ના ભાવતા હોય તો તમે એવોઇડ પણ કરી શકો છો.
  • તખમરિયા બહુ ઠંડા હોય છે જો તમે ઉનાળામાં શરબતમાં આ નાંખીને પીવો છો હેલ્થને અનેક ઘણાં ફાયદા થાય છે.
  • આ સાથે જ લીંબુની જગ્યાએ તમે આ ગોળનો શરબત પીવો છો તો કફ કે શરદી થતી નથી. ગોળનો શરબત તમારા શરીરમાં કફ થતા બચાવે છે.
Follow Me:

Related Posts