લીમખેડામાં સગીરાનું અપહરણ બાદ દુષ્કર્મ ગુજાર્યુ
લીમખેડા તાલુકાની ૧૬ વર્ષ ૬ માસની સગીરા ૨ જાન્યુ.ના રોજ સવારે શાળામાં અભ્યાસ અર્થે જઈ રહી હતી. તે સમયે જેતપુર દુ ગામનો અંકિત ભરવાડે તેના મિત્ર રાહુલ ભરવાડની મદદથી બાઇક પર સગીરાનો પીછો કર્યો હતો. અંકિત ભરવાડે સગીરાને બળજબરીથી બાઇક પર બેસાડી અપહરણ કરી હડફ નદી કિનારે એક ઓરડીમાં લઈ ગયો હતો. હવસખોરે સગીરાને જાતિ અપમાનિત કરી માર મારી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચાર્ય હતું. તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી.ભોગ બનનાર સગીરાએ અંકિત ભરવાડ તથા રાહુલ ભરવાડ વિરુદ્ધ લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે અપહરણ દુષ્કર્મ પોસકો એક્ટ એટ્રોસિટી સહિતની કલમો મુજબ ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર અંકિત ની ધરપકડ કરી હતી.
Recent Comments