લીમડી બાયપાસ પર બાઇક સ્લિપ ખાતા ચાલકનું મોત
લીમડીની દીપનગર સોસાયટીમાં રહેતો વનરાજભાઇ લુહાર તા.૨૯ જુલાઇએ જીજે-૩૫-૩૪૧૦ નંબરની બાઇક લઇને તેના કામ ઉપરથી ઘરે જતો હતો. તે દરમિયાન લીમડી બાયપાસ શીતળા માતાના મંદિરથી અંદરના રસ્તા ઉપર બાઇક પુરઝડપે હંકારી જતાં સ્લીપ ખાઇ ગઇ હતી. જેમાં બાઇક ઉપરથી પટકાતા વનરાજભાઇને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માત સર્જાતા નજીકમાથી લોકો ભેગા થઇ ગયા હતા અને ૧૦૮ને જાણ કરી ઇજાગ્રસ્ત વનરાજભાઇને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા રિફર કરતાં ગોધરા નજીક તેની તબીયત વધારે નાજુક થતાં ગોધરા સીવીલ માં લઇ જતાં હાજર તબીબે તપાસી તેને મૃત ઘોષિત કર્યા હતા. અકસ્માત પગલે મૃતકના ભાઇ સિધ્ધરાજ લુહારે લીમડી પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.લીમડી બાયપાસ શીતળા માતાના મંદિર પાસે બાઇક સ્લીપ ખાતાં ગંભીર રૂપે ઘાયલ થયેલા ચાલકે વડોદરા સારવાર માટે લઇ જતી વેળા રસ્તામાં મોત નિપજ્યું હતું. અકસ્માત સંદર્ભે લીમડી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Recent Comments