fbpx
સૌરાષ્ટ - કચ્છ

લીમડી હાઈવે પર કારમાં મહિલાના સોનાના દાગીના ચોરી ગઠિયા ફરાર

ગુજરાતમાં રોજબરોજ ક્યાંકને ક્યાંક ગુનાહિત પ્રવૃત્તિ થતી રહે છે ત્યારે ગુજરાતમાં ક્રાઈમ રેટ રોકેટ ગતિએ વધી રહ્યું છે. લીંબડી તાલુકાના દોલતપર ગામના દિલીપભાઈ શંકરભાઈ મેટાલિયાના પત્ની બબુબેન ઉર્ફે છાયાબેન સાથે જૂની મોરવાડ ગામે જવા નીકળ્યા હતા. લીંબડી હાઈ-વે સર્કલ પર સફેદ કલરની કાર તેમની પાસે આવી, કારમાં ડ્રાઈવર અને પાછળની સીટમાં ૨ પુરુષ, ૧ મહિલા બેઠી હતી. જૂની મોરવાડ સુધી જવાનું ભાડુ નક્કી કરી પતિ-પત્ની કારમાં બેઠા હતા. લીંબડી હાઈ-વે સર્કલથી એચએફએમ હોટેલ વચ્ચેનું અંતર ૩ કિ.મી છે. કારમાં સર્કલથી એચએફએમ હોટલ પહોંચતા ૬ મિનિટ લાગે છે.

નેશનલ હાઈવે ઉપર ચાલુ રસ્તે ૬ મિનિટમાં બબુબેનને કશું સુંઘાડી થેલામાં રાખેલા ૩થી સાડા ત્રણ તોલા સોનાનો હાર, સવા તોલા સોનાનું લોકેટ જાેવા મળ્યું નહોતું. કારમાં કોઈ પ્રોબ્લેમ છે તેમ કહેતા દંપતી બેગ લઈ કારમાંથી નીચે ઉતર્યા હતા. નીચે ઉતરતા બબુબેને ચક્કર આવતા પતિને વાત કરી તો બીજી તરફ ચાલક કાર ચાલુ કરી પૂરઝડપે હંકારી મુકી હતી. થેલો ચેક કરતાં ચોરી થયાનું દંપતીને જણાયું હતું બબુબેને સોના દાગીના રાખેલો થેલો પગ પાસે રાખીને બેઠા હતા. તેમની પાસે બેઠેલી મહિલા દરવાજા ઉપરનું હેન્ડલ પકડી રાખ્યું હતું. બબુબેને કારમાં બેસવામાં ફાવતું ન હતું. તેઓ કશું સમજી શકે તે પહેલાં તો મહિલાએ કશું સુંઘાડી દેતા ચક્કર આવવા લાગ્યા હતા.

Follow Me:

Related Posts