fbpx
અમરેલી

લીલિયાના લાેકીમા યુવતીનું ગળું દબાવી રૂમમાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યું

લીલીયાના લોકી ગામે બે માસ પહેલાં યુવતીનું ગળું દબાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટના જ્યારે યુવતી સગર્ભા બનતા બહાર આવી હતી. લીલીયાના લાેકીમા રહેતી 19 વર્ષીય યુવતીનું અરવિંદ ઉર્ફે ભગત વાઘેલા નામના શખ્સે ગળુ દબાવી રૂમમા લઇ ગયાે હતાે. અને મારી નાખવાની ધમકી અાપી બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યુ હતુ.

અા શખ્સે યુવતીને કાેઇને જાણ કરીશ તાે તારા પરિવારના સભ્યાેને પતાવી દઇશ તેવી પણ ધમકી અાપી હતી. યુવતીને પેટમા દુખાવાે ઉપડતા ખાનગી હાેસ્પિટલમા સારવાર લેવા જતા તબીબે તેને ગર્ભ હાેવાનુ જણાવ્યું હતુ. જેથી યુવતીઅે સઘળી હકિકત પરિવારના સભ્યાેને કહી હતી. બનાવ અંગે પી. એસ. આય પી.બી.ચાવડા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

Follow Me:

Related Posts