લીલીયાના ગોઢાવદર ગૌશાળામાં પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન
લીલીયાના ગોઢાવદર ગૌશાળામાં પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં ગાય આધારિત જીવામૃત કૃષિ ખર્ચ વગરની ખેતી કરવા અંગે ખેડૂતોએ સંકલ્પ લીધો હતો.
લીલીયાના ગોઢાવદર ખાતે ઓર્ગેનિક ખેડૂત ભરતભાઇ નારોલાની ગૌશાળામાં પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં ગાય આધારિત જીવામૃત કૃષિ ખર્ચ વગરની ખેતી કરવા અંગે ખેડૂતોએ સંકલ્પ લીધો હતો. કૃષિ શિબિર અમરેલી જિલ્લાના કૃષિ વૈજ્ઞાનિક પરમારભાઈ, કાચડિયાભાઈ, અને પ્રજાપતિભાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો. પ્રાકૃતિક ખેતી કરતા ભીખાભાઇ પટોળીયા, ઘનશ્યામભાઈ રાજપરા, હસમુખભાઈ માંગરોળિયા, ભરતભાઇ ચોવટીયા, અમરેલી જિલ્લા નું પ્રાકૃતિક ખેતીનું નેતૃત્વ કરતા ગોઢાવદર ગામના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઇ નારોલા ની ઉપસ્થિતિમાં ગોઢાવદર ગૌશાળા ખાતે ખેડૂતોને નવા વર્ષમાં પ્રકૃતિ ખેતી ઝેર મુક્ત કૃષિ ગાય આધારિત કૃષિ ગૌમૂત્ર, જીવામૃત વિષે વિશેષ માહિતી આપવામાં આવી હતી.
ત્યારે ઘણા ખેડૂતોએ સંકલ્પ લીધા હતા આ દિશા તરફ આગળ વધવું ભવિષ્ય માટે અને દેશ માટે ફાયદા કારક છે અને શિબિરના માધ્યમથી ખેડૂતને પ્રાકૃતિક ખેતી વિષે વિશેષ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ગાય એ વિશ્વ વંદનીય છે તેવો અહેસાસ અનુભવ્યો હતો.
Recent Comments