લીલીયા તાલુકા ના ભેંસવડી પ્રાથમિક શાળા ખાતે અમેરિકા સ્થિત દેવાંગભાઈ રમેશભાઈ બુટાણી અને તેમના ધર્મપત્ની રાજલબેન હાજર રહી તેમના દ્વારા આગામી શૈક્ષણિક સત્રથી ભેસવડી શાળાના તમામ બાળકોને ગણવેશ, ધોરણ એકથી આઠના એક થી ત્રણ ક્રમના બાળકોને ઇનામ વિતરણ અને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી આ તકે દાતા ઓનું શાલ સન્માન કરવામાં આવ્યું આચાર્ય ભટ્ટ દ્વારા શાળાના વિકાસની અને આગામી યોજનાઓથી સૌને માહિતગાર કરાયા આ કાર્યક્રમમાં સરપંચ ભરતભાઈ ઠુંમર તથા પૂર્વ સરપંચ મુકેશભાઈ બુટાણી, એસ.એમ.સી. ચેરમેન નીતિનભાઈ દોમડીયા હાજર રહેલ કાર્યકર્મનું સંચાલન પ્રિયલબેન શુક્લનાઓ દ્વારા કરવામાં આવેલ.
લીલીયાના ભેંસવડી ગામના બુટાણી પરિવારે પ્રાથમિક શાળાના બાળકોને ગણવેશ અને શૈક્ષણિક કીટ વિતરણ કરી

Recent Comments