અમરેલી

લીલીયાની બજારમાંથી ટ્રેઇનના ડબ્બો લઈને નીકળેલ મસમોટા ટ્રકે અકસ્માત સર્જ્યો

લીલીયાની બજારમાંથી ટ્રેઇનના ડબ્બો લઈને નીકળેલ મસમોટા ટ્રકે અકસ્માત સર્જ્યો હતો. શહેરની નાવલી બજારમાંથી નીકળેલ મસમોટા ટ્રકે 3 વિજપોલને ધરાશાહી કર્યા હતા.

લીલીયાની બજારમાંથી ટ્રેઇનના ડબ્બો લઈને નીકળેલ મસમોટા ટ્રકે અકસ્માત સર્જ્યો હતો. શહેરની નાવલી બજારમાંથી નીકળેલ મસમોટા ટ્રકે 3 વિજપોલને ધરાશાહી કર્યા હતા. ટ્રકે સર્જેલા અકસ્માતમાં એક વિજપોલ અન્ય પાછળ આવતા એક ટ્રક પર પડ્યો હતો. કન્ટેનર ટ્રક પાછળ આવતી વિદ્યાર્થીઓની સ્કૂલબસ અને એસટી બસનો ચમત્કારિક બચાવ થયો હતો. ત્રણેય વિજપોલ રસ્તાઓ વચ્ચે પડતા વાહન વ્યવહાર બાધિત થયો હતો.
સાવરકુંડલાથી ગારીયાધાર જવાનો માર્ગ બંધ થયો હતો. લીલીયાના શ્યામ વાડી પાસે ટ્રક કન્ટેનરે અકસ્માત સર્જતાં વીજ પુરવઠો ખોરવાયો હતો. અકસ્માતે ત્રણ વીજપોલ પડી જવાની જાણ PGVCLને થતા PGVCL ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વીજપ્રવાહ પુનઃ શરુ કરવા માટેનાં પ્રયત્નો શરુ કર્યા હતા.

Related Posts