લીલીયામોટાને પશ્ચિમ રેલ્વે દ્વારા ઘોર અન્યાય થયેલ છે. પહેલા મહુવા- સુરત ટ્રેઈન કાયમી કરી પણ લીલીયામાં એક દિવસ બુધવારનો સ્ટોપ હતો તે બંધ કરી દીધેલ છે. જેથી લીલીયા તાલુકાને હળહળતો અન્યાય થયેલ છે.
પડયા પર પાટુ- હવે જે રેલ્વે સ્ટેશન પર ભારતના કોઈ પણ ખૂણે જવા માટે રીઝર્વેશનની વર્ષોથી સુવિધા હતી તે પણ રેલ્વે દ્વારા ઝૂંટવી લેવામાં આવેલ છે. જેથી તાલુકાની જનતાને પારાવાર મુશ્કેલી પડે તેમ છે. મુંબઈ, સુરત ટ્રેઈન લીલીયામાં ચાલે અને રીઝર્વેશન માટે અમરેલી- સાવરકુંડલા 30 કિ.મી. દૂર જવું પડે તેમ છે.
આ હળહળતા અન્યાય સામે રેલ્વે વિભાગ સામે પક્ષાપક્ષીથી દૂર રહી મોટું આંદોલન આગામી દિવસોમાં કરવામાં આવશે. જેનીરેલ્વે સતાવાળાએ ગંભીર નોંધ લેવા માટે નીતિનભાઈ ત્રિવેદી દ્વારા આક્રોશ પૂર્વક રજૂઆત કરવામાં આવેલ છે.
Recent Comments