લીલીયા અને જાફરાબાદ તાલુકાના નવ નિયુક્ત તલાટી મંત્રીશ્રીઓને સ્વચ્છ ભારત અભિયાન ફેઝ-૦૨ અંગે પ્રેઝેન્ટેશન આપવામાં આવ્યું
સ્વચ્છતા હી સેવા મહા અભિયાન અંતર્ગત જિલ્લામાં ગામે ગામ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આ કડીના ભાગરુપે અમરેલી જિલ્લાના લીલીયા અને જાફરાબાદ તાલુકામાં નિયુક્ત થયેલા નવનિયુક્ત તલાટી મંત્રીશ્રીઓને આ અભિયાન વિશે જાણકારી આપવામાં હતી. સરકારમાં નિમણુક પામેલા કર્મયોગીઓને આગામી સમયમાં આ અભિયાન આગળ લઈ જવાની તેમજ બે માસના મહા સ્વચ્છતા અભિયાનની રુપરેખાની સમજ આપવામાં આવી હતી. તલાટી મંત્રીશ્રીઓને સ્વચ્છ ભારત અભિયાન ફેઝ-૦૨ અંતર્ગત પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા અભિયાનના ઉદ્દેશ્યો, કાર્યો વિશે માહિતી આપવામાં આવી હતી.
આ અભિયાન અંતર્ગત તા.૬ નવેમ્બર થી તા.૧૧ નવેમ્બર,૨૦૨૩ સુધી શહેરના તમામ ફ્લાય ઓવર, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેન્ડમાં સફાઈ ઝુંબેશ યોજાશે ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં ગાંડા બાવળનું પ્રુનીંગ તેમજ ચારકોલ-કોલ બનાવવા માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત તા.૧૬ ડિસેમ્બર, ૨૦૨૩ સુધી વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં ગામે ગામ સ્વચ્છતા અભિયાન વેગવંતુ બન્યું છે. આ ઉપરાંત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં લોકો ઉત્સાહભેર આ અભિયાનમાં જોડાઈને સ્વચ્છતાગ્રહી બની રહ્યા છે.
Recent Comments