fbpx
અમરેલી

લીલીયા ખાતે અવાર નવાર ભૂગર્ભ ગટર નાં પ્રશ્નો ઉપસ્થિતિ થતા ધારાસભ્ય શ્રી દ્વારા ગુજરાત સરકાર શ્રીને પત્ર પાઠવીને ૧૦ કરોડ રૂપિયા મંજુર કરાવતા પ્રતાપ દુધાત

પોતાના મત વિસ્તારમાં ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા લીલીયામાં ભૂગર્ભ ગટર ના પ્રશ્ને સરકાર શ્રી તેમજ ઉચ્ચ અધિકારીઓ શ્રીને તા ૨૫/૦૯/૨૦૨૦ થી પત્ર પાઠવેલ હતો કે લીલીયા ગામે ભૂગર્ભ ગટર ના કામે કરોડો નાં ખર્ચ થવા છતાં નબળી કામગીરી ના કારણે ગટર યોજના બંધ હાલતમાં હોય અને લોકોને હાડમારી નો સામનો કરવો પડી રહેલ છે જેના અન્વયે લીલીયા ગામે ભૂગર્ભ ગટર ના બાકી કામ અટથા સંપુર્ણ કાર્યરત થાય , જેથી તેમને પુનઃ ચાલુ કરવા અને મશીનરી માટે ગ્રાન્ટની માંગણી કરેલ જેથી સરકાર દ્વારા 10.65 ( દસ કરોડ) રૂપિયા ના ખર્ચ માટે ટી.એસ. માટે જૂનાગઢ મુખ્ય ઈજનેરને મોકલેલ છે અને ટૂંક સમયમાં ટી.એસ. આવતા સરકાર મંજૂરી આપશે અને બંધ ગટર અને મશીનરી ચાલુ થશે તેવું વિકાસ કમિશનર ગુજરાત સરકાર દ્વારા લેખિતમાં  જાણ ધારાસભ્ય પ્રતાપ દુધાતને કરેલ છે   આમ ધારાસભ્ય શ્રી દ્વારા લીલીયા ગામે ભૂગર્ભ ગટર નો પ્રશ્ન ઘણા સમય થી હતો તે નિકાલ કરવા માટે સરકાર શ્રીને રજૂઆત કરતા અને સરકાર શ્રી દ્વારા ધારાસભ્ય શ્રીની માંગણી ને પ્રાધાન્ય આપતા  ટુક સમય માં લોકોને ગટર ની સુવિધા મળી રહેશે.

Follow Me:

Related Posts