બાબરામાં તાપડીયા આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ભાવિકો તેમજ સેવક ગણ દ્વારા તાપડીયા આશ્રમના મહંત શ્રી પૂજ્ય ઘનશ્યામદાસબાપુ નું પૂજન અર્ચન કરી ગુરુવંદના કરી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી.. લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા ગુરુપૂર્ણિમાના પાવનઅવસર પર તાપડીયા આશ્રમના મહંત પૂજ્ય શ્રી ઘનશ્યામદાસબાપુનું પૂજન અર્ચન કરી ગુરુવંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા તેઓ દ્વારા ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે તાપડીયા આશ્રમમાં ગૌશાળામાં શેડ બનાવવા માટે રૂ પાંચ લાખ ની ગ્રાન્ટ ફાળવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અગાવ પણ ધારાસભ્ય ઠુંમરે તાપડીયા આશ્રમમાં બ્લોગ રોડ માટે રૂ ૩ લાખ ની ગ્રાન્ટ ફાળવી હતી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે તાપડીયા આશ્રમમાં વિકાસના કામો જરૂરી સહકાર અને ગ્રાન્ટ ફાળવતા પૂજ્ય મહંત શ્રી ઘનશ્યામદાસ બાપુએ રાજીપો વ્યક્ત કરી આશીર્વાદ પાઠવ્યા હતા આ તકે જિલ્લા પંચાયતન સભ્ય પ્રભાતભાઈ કોઠીવાળ,તેમજ હિતેનભાઈ જસાણી સહિત તાપડીયા આશ્રમના સેવકગણ ઉપસ્થિત રહ્યો હતો
બાબરામાં તાપડીયા આશ્રમમાં પૂજ્ય મહંત શ્રી ઘનશ્યામદાસબાપુનું પૂજન અર્ચન કરી ગુરુવંદના કરતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર.. ધારાસભ્ય ઠુંમરે તાપડીયા આશ્રમમાં ગૌશાળા માટે રૂ પાંચ લાખની ગ્રાન્ટ ફાળવી 


















Recent Comments