અમરેલી

લીલીયા ખાતે 3 કરોડના ખર્ચે આકાર પામશે નવું એસટી બસ સ્ટેન્ડસાવરકુંડલા ખાતે 4.50 કરોડના ખર્ચે નવું આરામગૃહ બનશે – કસવાળા

લીલીયા ગામેથી એસટી ની મુસાફરી કરવા લોકોને કાચા બસ સ્ટોપ પર ઊભા રહેવાની મજબૂરીના દિવસો ભૂતકાળ બનાવીને 3 કરોડના ખર્ચે નવું એસટી બસ સ્ટેન્ડ બનાવવાની રાજ્ય સરકારશ્રીની મંજૂરી મળતાં લીલીયા વાસીઓમાં હરખની હેલી જોવા મળી છે સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક પર હમેશાં વિકાસના લક્ષ સાથે કામ કરતા કર્મશીલ ધારાસભ્ય મહેશ કસવાળાએ લીલિયા વાસીઓની અપેક્ષાઓ ચૂંટાયેલા અગાઉના પ્રતિનિધિઓ પરી પૂર્ણ કરી શક્યા ના હતા પણ ચૂંટણી ટાઇમે આપેલા વચનો પાળી બતાવવાની આવડત અને કામ કરવાની થીયરીમાં મહેશ કસવાળાની ગ્રામીણ ગામડાઓ પ્રત્યેની લાગણીઓ અને ગામડાઓ સમૃદ્ધ બનવાના લક્ષ સાથેની ગામડાઓમાં રોડ રસ્તાઓ સાથે ઇન્ફ્રાસ્ટકચર લેવલે પણ આધુનિકતા લાવવાના ધ્યેયથી ધારાસભ્ય મહેશ કસવાળાએ લીલિયા નું બસ સ્ટેન્ડ વિહોણું એસટી નું મથક 3 કરોડના ખર્ચે આકાર પામે તે અંગે પ્લાન, ડિઝાઇન અને ડીટીપી માટેનો કાર્ય હુકમ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા કરવામાં આવ્યો છે

હવે એસટી બસ માટે દુકાનોના છાપરા ઓટલા અને વૃક્ષોના છાંયડા ગોતીને એસટી બસની રાહ જોવાના દિવસો ભૂતકાળ બનીને આધુનિક એસટી બસ સ્ટેન્ડ લીલીયામાં બને તેવા અધ્યાય નો આરંભ ટૂંકા દિવસોમાં શરૂ થવાનો હોય ત્યારે ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા સાવરકુંડલા શહેરમાં નવું આરામગૃહ 4 કરોડ 50 લાખના ખર્ચે બને તે માટેની દરખાસ્તને પણ મંજૂર થઈ ગઈ છે નવા સર્કિટ હાઉસેને કારણે રાજ્ય અને જિલ્લા કક્ષાના અધિકારીઓ – પદાધિકારીઓને સાવરકુંડલામા સુવિધા મળવાને લીધે વહીવટી પ્રક્રિયામા પણ ઘણો ફાયદો થશે ત્યારે સાવરકુંડલામાં નવું આરામ ગૃહ અને લીલીયામાં નવું એસટી બસ સ્ટેન્ડ સાથે 7 કરોડ 50 લાખ જેવી વધુ રકમ રાજ્ય સરકાર માંથી લાવીને ધારાસભ્ય મહેશ કસવાળા માત્રને માત્ર વિકાસના અભિગમથી વિધાનસભા ક્ષેત્રમાં જનતા જનાર્દનના વાલી તરીકેની ભૂમિકા ભજવીને મતદાતાઓના હ્ર્દયમાં સ્થાન અંકિત કર્યું હોવાની પ્રતીતિ સાવરકુંડલા લીલિયા વિધાનસભામાં જોવા મળી રહ્યું છે તેમ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી.હીરપરાની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts