લીલીયા ગામના ખાતેના ખેડૂતો ને રસ્તા પ્રશ્ને આંદોલન ની ચીમકી ઉચારતા ધારાસભ્ય પ્રતાપ દુધાત
લીલીયા ખાતેના ૪૦૦ વધુ ખેડૂતો ધારાસભ્ય પ્રતાપ દુધાત ની આગેવાની હેઠળ બંધ કરેલ રસ્તો ખુલ્લો કરવા સ્થળ પર પ્રાંત અધિકારીને બોલાવેલ અને ખેડૂતોનો પ્રશ્ન એવો છે કે વર્ષોથી આવવા અને જવાના માર્ગ રસ્તા પ્રશ્ન છે, જેમાં રેલવેની પ્રાઇવેટ કંપની દ્વારા ખેડૂતો ને એગ્રીમેન્ટ કરી આપેલ છે જેમાં આ રસ્તા પર ખેડૂતો ને આવવા ને જવા માટે નો ઉલ્લેખ હોય, તેમ છતાં આ ખેડૂતોને ત્યાંથી આવર જવર થવા મા આ રસ્તો આપવામાં આવતો નથી અને કંપની દ્વારા આ ખેડૂતો સાથે છેતરપીંડી કરી રહેલ છે, જે અંગે આ ખેડૂતો દ્વારા અવાર નવાર સબંધિત અધિકારીઓ અને તંત્રને રજૂઆત કરવામાં આવેલ હોય તેમ છતાં તંત્ર દ્વારા આ પ્રશ્ન નું નિરાકરણ લાવવામાં આવેલ નથી, જેથી આ તમામ ખેડૂતો દ્વારા લીલીયા સરપંચ ને રૂબરૂ મળી અને અજુઆત કરવામાં આવેલ છે, તેમજ મામલતદાર શ્રી લીલીયા, પ્રાંત અધિકારી શ્રી, કલેકટર શ્રી, તેમજ તાલુકા વિકાસ અધિકારી ને પણ રૂબરૂ અને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે કે જો દિન-૫ માં આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં નહી આવેતો આગામી દિવસો માં આ ૪૦૦ થી વધુ ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચારેલ છે.
Recent Comments